◙ ગોધરામાં સાડા નવ ઈંચ: વિરપુરમાં 9 ઈંચ: ઉતર-મધ્ય ગુજરાત ધમરોળાયા
રાજકોટ,તા.18
ગુજરાતનાં નવા રાઉન્ડનાં વરસાદનો વ્યાપ વધવા લાગ્યો હોય તેમ સાર્વત્રીક પાણી વરસ્યુ હતું. છેલ્લા 24 કલાકમાં 251માંથી 204 તાલુકામાં હળવો ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ સાડા નવ ઈંચ ગોધરામાં વરસ્યો હતો. આ સાથે રાજયમાં સીઝનનો 95.23 ટકા વરસાદ વરસી ગયો છે. મહત્વની વાત એ છે કે, સીઝનમાં તમામ જીલ્લામાં 10 ઈંચ કે તેથી વધુ વરસાદ થયો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યાં કેટલાક જિલ્લાઓમાં આફતનો વરસાદ છે. તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં 31 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો કુલ 95 ટકા વરસાદ વરસ્યો છે.
ગોધરાના શહેર અને વીરપુરમાં સાડા 9 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ તલોદ, બાયડ, ધનસુરામાં 8-8 ઇંચ વરસાદ વરસ્યો છે. મોરવાહડફ, લુણાવાડા અને પ્રાંતિજમાં 7-7 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ કપડવંજ, મહુધા, લીમખેડા, કડી, બાલાસિનોરમાં 6-6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ કઠલાલ અને મેઘરજમાં સાડા 5 ઇંચ વરસાદ વરસાદ વરસ્યો છે. તેમજ ગળતેશ્વર, સંતરામપુર, મોડાસા, જાંબુઘોડા, હિમતનગરમાં પણ 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે વરસાદને ફરી આગાહી કરી છે. આજે સોમવારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં રહેશે આફતનો વરસાદ તો કેટલાક જિલ્લાઓમાં રાહતનો વરસાદ રહેશે. જેમાં આજે મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર પડે તેવી આગાહી કરવામાં આવી છે.
અરવલ્લી, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને અનેક જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ત્યારે ફરી ભારે વરસાદની આગાહી કરાઈ છે.