રણમાં ફસાયેલા પરિવાર માટે અગરિયા યુવાનો દેવદૂત બન્યા

18 September 2023 03:21 PM
Surendaranagar
  • રણમાં ફસાયેલા પરિવાર માટે અગરિયા યુવાનો દેવદૂત બન્યા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18 : રણમાં વાછડાદાદા રણમાં દર્શન કરવા ગાડી લઈને ગયેલા ફસાયેલી ચાર મહિલાઓ, બાળકો સહીત 10 લોકોના પરિવારને બચાવી લેવામાં આવ્યો હતો. ચાર મહિલાઓ અને બાળકો સહિતનો એક પરિવાર રવિવારે મોડી સાંજે વાછડાદાદા રણમાં માનતા પુરી કરવા રણમાં 10 કિમી દૂર ગયા ત્યાં વરસાદ ચાલુ થઇ જતા અને બીજીબાજુ એમની ગાડીની ક્લચપ્લેટ બગડી જતા આ પરિવારનો જીવ પડીકે બંધાયો હતો. અને આ પરિવારને વેરાન રણમાં મોતના સાક્ષાત દર્શન થયા હતા. બાદમાં આ પરિવારે ગુગલ પર જઈને વાછડાદાદા રણના દાદાની જગ્યાના પ્રમુખ લક્ષમણભાઇને ફોન કરતા એમણે ચિંતા ના કરવાનું જણાવી મદદ માટેનું આશ્વાસન આપ્યું હતું. બાદમાં નિમકનગરના કુડેચા અશ્વિનભાઈ ચંદુભાઈ અને છનુરા મનીષભાઈ તથા કુડેચા સિંધાભાઈ અને સુખદેવ ઝેઝરીયાએ મળીને ટ્રેક્ટર સાથે રણમાં તાત્કાલિક પહોંચી તમામને બચાવી લીધા હતા.


Advertisement
Advertisement
Advertisement