(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18 : સુરેન્દ્રનગર જિલ્લામાં 10 દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ફરી ગરમીનો પારો વધી રહ્યો હતો.જેમાં શનિ બાદ રવિવારે વાતાવરણ વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં આખો દિવસ રાહ જોવડાવ્યા બાદ જિલ્લામાં પાટડી તાલુકામાં 31 મીમી વરસાદ થયો હતો. જ્યારે ચોટીલામાં ઝરમર વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં વરસ્યો નહતો.આથી રવિવારે લઘુત્તમ 26.0 અને મહત્તમ 30.5 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે હવાની ગતી 19 કિમી અને ભેજ 90 ટકા નોંધાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના દિવસે વરસાદ પડ્યો હતો બાદમાં 10 દિવસથી વરસાદ થયો ન હતો. આથી ગરમીનો પારો સતત વધી રહ્યો હતો.જ્યારે ખેડૂતોને પાકને નુકશાની નો ભય હતો.શનિવારે વરસાદી માહોલ બન્યો પણ વરસાદ થયો ન હતો. તેવી સ્થિતિ રવિવારે પણ સર્જાઇ હતી. જેમાં સવારથી માહોલ વરસાદી થયો પણ વરસાદ થયો ન હતો. પરંતુ સમી સાંજે પાટડી તાલુકામાં સાંજે 6થી 8 કલાક દરમિયાન 31 મીમી એટલેકે દોઢ ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ચોટીલામાં 3 મીમી નોંધાયો હતો અને દસાડામાં 3 ઇંચ અન્ય તાલુકાઓ કોરા રહ્યા હતા.
આમ જિલ્લામાં અત્યાર સુધીના 4271 મીમી વરસાદ એટલેકે સીઝનનો 71 ટકા જેટલો વરસાદ થયો છે. રવિવારે વરસાદી માહોલને લઇ ગરમીથી પણ આંશીક રાહત મળી હતી. રવિવારે લઘુત્તમ 26.0 અને મહત્તમ 30.5 ડિગ્રી નોંધાયો હતો.જ્યારે હવાની ગતી 19 કિમી અને ભેજ 90 ટકા નોંધાયો હતો.જેની સરખામણી શનિવાર સાથે કરીએ તો શનિવારે લઘુત્તમ તાપમાન 26.2 અને મહત્તમ તાપમાન 31.8 ડીગ્રી નોંધાયુ હતુ. હવાની ગતી 10 કિમી અને ભેજ 66 ટકા રહ્યો હતો.આમ એક દિવસમાં લઘુતમ તાપમાન 0.2 ડિગ્રી ઘટ અને મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટ્યુ જવા પામ્યુ હતુ. હવાની વધતી ગતી અને ભેજ ના વધારા વચ્યે જિલ્લાવાસીઓ સવારથી સાંજ સુધીમાં 4.5 ડિગ્રી ફેરફાર અનુભવી રહ્યા છે.
સપ્તાહ સુધી વરસાદી માહોલ રહેશે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી એક સપ્તાહ સુધી વાદળછાયુ વાતાવરણ અને વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.જેમાં હવાની ગતી 11 થી 21 કિમી વચ્ચે રહેવાની અને 75થી 90 ટકા રહેવાની આગાહી કરી છે.જ્યારે વરસાદી માહોલ વચ્ચે લધુતમ તાપમાન 25 થી 28 અને મહત્તમ 30થી 32 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે.જેમાં આઇએમડી અમદાવાદ દ્વારા 18,19,20 જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.જ્યારે 21, 22 ગ્રીન એલર્ટ જાહેર કરાયો છે. આગાહીને લઈ જિલ્લાવાસીઓ સવારથી સાંજ સુધીમાં 4.5 ડિગ્રી ફેરફાર અનુભવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં વરસાદ પડતા ગણેશજીની મૂર્તિઓને ઢાંકવી પડી હતી.