મઢાદ પાસે રીક્ષામાં બિયરની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા

18 September 2023 03:24 PM
Surendaranagar
  • મઢાદ પાસે રીક્ષામાં બિયરની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી લેવાયા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18 : જોરાવરનગર પોલીસ ટીમે વસ્તડી હાઇવે પર આવેલ મઢાદ ગામના પાટિયા પાસેથી રિક્ષામા બીયરની હેરફેર કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા બન્ને શખ્સોને બીયરનો જથ્થો આપનાર વસ્તડીના શખ્સને પણ પોલીસે ઝડપી લીધો હતો. બીયરના 92 ટીન તેમજ રિક્ષા અને મોબાઇલ સહીત કુલ રૂા.69,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

આ અંગે પોલસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જોરાવરનગર પોલીસ ટીમ વસ્તડી ગામ નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વસ્તડીથી બે શખ્સો રિક્ષામાં બીયરનો જથ્થો લઇ સાયલા નેશનલ હાઇવે પરથી પસાર થવાના છે આ બાતમીના આધારે જોરાવરનગર પોલીસ ટીમે મઢાદ ગામના પાટીયા નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી રિક્ષાને અટકાવી તલાશી લેતા રિક્ષામાંથી બીયરના 92 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે રિક્ષામાં બીયરનો જથ્થો લઇ જઇ રહેલા મનિષ ઉર્યે પેંગો જયકીશનભાઇ અનાવડીયા અને મહેશ ઉર્ફે કાળુ જગદીશભાઇ બારૈયાને ઝડપી લીધા હતાં.

ઝડપાયેલા બન્ને શખ્સોની પોલીસે પુછપરછ કરતા બીયરનો જથ્થો વસ્તડી ગામના ભવાનીસિંહ ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલ નામના શખ્સે આપ્યો હોવાની કબુલાત કરતા જોરાવરનગર પોલીસે વસ્તડી ગામના પાટીયા પાસેથી ભવાનીસિંહ ઉર્ફે કાનો હેમુભાઇ ગોહિલને ઝડપી લીધો હતો. બીયરના 92 ટીન તેમજ રિક્ષા અને મોબાઇલ સહીત કુલ રૂા.69,200નો મુદ્દામાલ કબજે કરી જોરાવરનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement
Advertisement
Advertisement