મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ કરેલા સફાઇ ઝુંબેશના નાટકથી જાગી ચકચાર

18 September 2023 03:35 PM
Jamnagar
  • મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ કરેલા સફાઇ ઝુંબેશના નાટકથી જાગી ચકચાર
  • મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ કરેલા સફાઇ ઝુંબેશના નાટકથી જાગી ચકચાર
  • મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ કરેલા સફાઇ ઝુંબેશના નાટકથી જાગી ચકચાર
  • મોદીના જન્મદિવસે મહાનગરપાલિકાએ કરેલા સફાઇ ઝુંબેશના નાટકથી જાગી ચકચાર

જામનગર તા.18:

જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા પાછળ 12 મહિને 16 કરોડ રૂપિયા ખર્ચે છે. છતાં નિયમોની કડક અમલવારીના અભાવે અને લોકોની પણ અજાગૃતિને કારણે હજી પણ દુકાનો બહાર જાહેર રોડ ઉપર કચરો મળી રહે છે. જેને કારણે તંત્ર વાહકોને સામુહિક સ્વચ્છતાના કાર્યક્રમો કરવા માટે કચરો મળી રહે છે. કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેટરો અને અધિકારીઓએ આજે શહેરમાં સ્વચ્છતા જાળવવાની નિષ્ફળતા ઉપર સાવરણા ફેરવ્યા હતા. બાદમાં દર વર્ષની માફક સ્વચ્છતા જાળવવાના સપથ લીધા હતા.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા. 17 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી દેશભરમાં સ્વચ્છતા અભિયાન સહિતના સેવા પખડવાડા (પખવાડીયું) કાર્યક્રમ કેન્દ્ર કક્ષાએથી જાહેર થયા છે. જે અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આજે શહેરમાં રણમલ તળાવના પરિસરના ગેઈટ નંબર-1 સામેના રોડ ઉપર યોજાયો હતો. જેમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશનર ડી. એન. મોદી સહિતના અધિકારીઓ જોડાયા હતા અને સમુહ સફાઈ કરી હતી. આદર્શ રીતે તો રોડ સફાઈ કરવા માટે આટલો કચરો મળ્યો કેવી રીતે તેનો ખુલાસો સોલીડ વેસ્ટ વિભાગના જે તે સેનેટરી ઈન્સ્પેક્ટરોને પુછીને કચરા માટે જવાબદાર નાગરિક, કર્મચારી, અધિકારી સામે પગલા લેવાવા જોઈએ. સ્વચ્છતા જાળવવામાં નાગરિકોની જવાબદારી તંત્ર જેટલી જ છે. કારણકે તંત્ર લોકોના દ્વારે જઈને કચરો એકઠો કરીને ડમ્પીંગ યાર્ડ અથવા વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ સુધી પહોંચાડવા વાર્ષિક રૂા. 16 કરોડ ખર્ચે છે. આજે સોમવારે આવી જ સામુહિક સફાઈ વોર્ડ નં. 10માં અને શહેરના ધાર્મિક સ્થાનો નજીક યોજાઈ છે.


Advertisement
Advertisement
Advertisement