વાગડીયા ગામે પવનચક્કીની ક્રેઇન તુટતા એકનું મોત: સાત ઘાયલ

18 September 2023 03:35 PM
Jamnagar
  • વાગડીયા ગામે પવનચક્કીની ક્રેઇન તુટતા એકનું મોત: સાત ઘાયલ
  • વાગડીયા ગામે પવનચક્કીની ક્રેઇન તુટતા એકનું મોત: સાત ઘાયલ
  • વાગડીયા ગામે પવનચક્કીની ક્રેઇન તુટતા એકનું મોત: સાત ઘાયલ
  • વાગડીયા ગામે પવનચક્કીની ક્રેઇન તુટતા એકનું મોત: સાત ઘાયલ

વિન્ડફાર્મના કોન્ટ્રાકટર દ્વારા કામમાં બેદરકારી રખાતા સર્જાઇ દુર્ઘટના: ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા: ફાઉન્ડેશન ચડાવતી વખતે માટી સરકતા ક્રેઇનનું બેલેન્સ ખોરવાતા બની ઘટના

જામનગર તા.18: હાલાર પંથકમાં વિન્ડફાર્મ ઉદ્યોગ હંમેશા ચર્ચામાં રહે છે. વિન્ડફાર્મ ઉદ્યોગના કોન્ટ્રાકટરો બેફામ બનીને ખેડૂતોની જમીનમાંથી આડેધડ વાહનો હાંકતા હોવાના ઉપરાંત તોતિંગ વાહનોને લઈ ગ્રામ્ય પંથકના રસ્તાની ઘોર ખોદી નાખવા તથા નીતિ નિયમોને ઘોળીને પી જઇ કામ કરાતું હોવા સહિતની અનેક દાદાગીરીની ભૂતકાળમાં ફરિયાદ ઉઠી હતી.

આવી સ્થિતિ વચ્ચે ગઈકાલે જામનગરના વાગડીયા ગામે પવનચક્કીના કામમાં જ મોટી દુર્ઘટના સામે આવી હતી. જેમાં તોતિંગ ક્રેન મોત બનીને નીચે ત્રાટકતા ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત પાંચથી વધુ મજૂરો ઘાયલ થતા તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમાંથી હજુ પણ એક વ્યક્તિનું સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યો છે.

પવન ચક્કીના કામમાં નીતિ નિયમોને ને મૂકી આડેધડ કામગીરી કરવામાં આવતી હોવાની વચ્ચે ગઈકાલે વાગડીયા ગામમાં દુર્ઘટના સર્જાતા દેકારો બોલી ગયો હતો. વાગડિયા ગામે આવેલ પવનચક્કી લોકેશન 303 નજીક પવનચક્કી નિર્માણ કામગીરી ચાલુ હતી. આ દરમિયાન પોચી જમીનને પગલે તોતિંગ ટ્રેન એકાએક નીચે ત્રાટકી હતી. જેમાં મજૂરો અડફેટે આવતા ગંભીર ઇજા થવા પામી હતી.

લોકેશન નં.303 ઉપર પાંખો લગાવવા સારુ પવનચક્કીના પોલ પર ફાઉન્ડેશન ચડાવાનુ કામ ક્રેન વડે ચાલુ હતુ અને વિશ્રામસિંહ રાવત નામના ટેલર ચાલકનું ટ્રેલર નં GJ- 12-BT-5304 તથા રજીનં. GJ-12-BT-5412 તથા નં. ૠઉં-12-ઇઝ-5216ના પણ ઉભા રાખેલ હતા અને ત્રણેય ટ્રેલરના ચાલકો તથા ટ્રોલી ઓપરેટરો તેમાં બેઠેલ હતા. આ દરમિયાન ક્રેન વડે ફાઉન્ડેશન ચડાવતી વખતે ક્રેન નીચેની જમીન(માટી) પોચી હોવાને કારણે ક્રેન માટીમાં સરકતા ક્રેનનુ બેલેન્સ ખોરવાયું હતું.

આ દરમિયાન ક્રેન પોતાના તરફ નમતા વિશ્રામસિંહ રાવત અને રાજેન્દ્રસિંહ રાવત પોત પોતાના ટ્રેલરમાંથી નીકળી ભાગવા લાગ્યા હતા. જોકે ફ્રેન ઝડપથી પોચી માટી તથા હવાના દબાણના કારણે પલ્ટી ખાઇ સીધી જ રાજેન્દ્ર ગંગાસિંગ (ઉ.વ.22 ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ વાગડીયા ગામની સીમ તા જી જામનગર મુળ રાજસ્થાન) માથે ત્રાટકતા તેને ગંભીર ઇજા થવા પામી હતી.

આ દુર્ઘટનામાં લગભગ 5 થી વધુ મજૂરોને ગંભીર ઈજા થતા તાત્કાલીક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા રાજેન્દ્ર ગંગાસિંગનું હોસ્પિટલ બિછાને મોત નીપજ્યું હતું.

આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી. જ્યા નોંધ કરી આ પ્રકરણની વધુ તપાસ પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ પી.જી.પનારા ચલાવી રહ્યા છે.


Advertisement
Advertisement
Advertisement