જામનગર તા.18: લાલપુર પીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડી હતી. આ ચર્ચાસ્પદ કિસ્સાને લઈને તપાસ હાથ ધરી છે.
લાલપુરમાં સાનિધ્ય પાર્કમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા કેતન ખીમજીભાઇ ધોકડિયા નામના 39 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે મૃતક ના પિતા ખીમજીભાઈ જીવાભાઇ ધોકડિયાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. કે. મકવાણા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.