શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ જામનગર ખાતે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે, સંસ્થા સંચાલિત શ્રીમતી ગુ. શાં.મહેતા ક્ધયા વિદ્યાલય ની વિદ્યાર્થીની બહેનોએ સામૂહિક યોગ કરી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કૃષ્ણ પ્રણામી આશ્રમનાં મહંત પૂ કૃષ્ણમણી મહારાજનાં હસ્તે દીપ પ્રાગટય કરવાં માં આવ્યું. સંસ્થાનાં પ્રમુખ કરશનભાઈ ડાંગર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિલીપ ભાઈ આશર, સંસ્થાનાં કા.મંત્રી પાર્થ પંડ્યા, યોગ બોર્ડનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં કો ઓર્ડીનેટર પ્રીતિબેન શુક્લ, શાળાના આચાર્ય હીનાબેન તન્ના તથા સમગ્ર શિક્ષક ગણ હાજર રહ્યાં હતાં. મહારાજ એ સૌને આશીર્વચન પાઠવ્યા હતાં અને નિરામય જીવનનું કેન્દ્ર યોગ છે તેવી સમજ આપી હતી.