નવી દિલ્હી તા.18 : નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ યુપીઆઈથી લેવડ-દેવડ માટે હવે ક્રેડીટ લાઈન સેવા શરૂ કરી દીધી છે.જે અંતર્ગત યુપીઆઈથી પેમેન્ટ વ્યવસ્થાને બેન્કો તરફથી અગાઉ જાહેર લોન (પ્રિ એપ્રુવ્ડ લોન) સેવા સાથે જોડી દેવામાં આવશે આથી બેન્ક ગ્રાહકનાં ખાતામાં પૈસા ન હોવા છતાં પણ પેમેન્ટ કરશે. આરબીઆઈ તરફથી મંજુરી મળ્યા બાદ ટુંક સમયમાં જ આ સુવિધા મોટાભાગે સરકારી અને ખાનગી બેન્કીંગ શરૂ કરી શકે છે. આ ક્રેડીટ લાઈન સેવાથી એક કએડીટ કાર્ડની જેમ જ ગ્રાહકને ખર્ચ માટે નિશ્ર્ચિત રક્મ નિર્ધારીત થશે.કેટલીક બેન્કો આ માટે 50 હજાર રૂપિયાની સીમા નકક કરી શકે છે.જેટલી રકમ ખર્ચાર્શ તેના પર જ બેન્ક વ્યાજ વસુલશે આ સુવિધાથી રોકડ પૈસા નહિં ઉપાડી શકાય.