ડેંગ્યુ સાથે ચિકનગુનીયા પણ પ્રસર્યો : સિઝનલ રોગચાળાના નવા 761 દર્દી

18 September 2023 03:54 PM
Rajkot
  • ડેંગ્યુ સાથે ચિકનગુનીયા પણ પ્રસર્યો : સિઝનલ રોગચાળાના નવા 761 દર્દી
  • ડેંગ્યુ સાથે ચિકનગુનીયા પણ પ્રસર્યો : સિઝનલ રોગચાળાના નવા 761 દર્દી
  • ડેંગ્યુ સાથે ચિકનગુનીયા પણ પ્રસર્યો : સિઝનલ રોગચાળાના નવા 761 દર્દી
  • ડેંગ્યુ સાથે ચિકનગુનીયા પણ પ્રસર્યો : સિઝનલ રોગચાળાના નવા 761 દર્દી

વરસાદના નવા રાઉન્ડ સાથે ડેંગ્યુના 10 અને ચિકનગુનીયાના 9 કેસ આવ્યા : શરદી, ઉધરસના 582, ઝાડા-ઉલ્ટીના 227 કેસ : 513 આસામીને નોટીસ-41ને દંડ

રાજકોટ, તા. 18
રાજકોટ શહેરમાં આજથી ચોમાસાનો નવો હળવો વરસાદ શરૂ થયો છે ત્યારે છેલ્લા એકાદ મહિનાથી સતત મિશ્ર ઋતુના કારણે વધેલો રોગચાળો હજુ અટકવાનું નામ લેતો નથી. તેમાં છેલ્લા અઠવાડિયામાં શહેરમાં ડેંગ્યુની સાથે ચીકનગુનીયાએ પણ ફુંફાડો માર્યો છે. સપ્તાહમાં ડેંગ્યુના 10, ચીકનગુનીયાના 9 અને મેલેરીયાના બે નવા કેસ આવ્યા છે.

મચ્છરજન્ય ઉપરાંત ખોરાક અને પાણીજન્ય રોગચાળો પણ આ મહિનામાં ઘણો વધી ગયો છે. દર સપ્તાહે ડેંગ્યુના 10-10 જેટલા કેસ આવી રહ્યા છે. તા.11 થી 17ના સપ્તાહમાં પણ નવા 10 કેસ આવ્યા છે તો હાડકા બેવડા વાળી દેતા ચીકનગુનીયાના એક સાથે અને ચાલુ વર્ષમાં સપ્તાહના સૌથી વધુ 9 દર્દી નોંધાયા છે. આ ભારે તાવ પણ ભયજનક રીતે પ્રસર્યો છે. તો મેલેરીયાના બે કેસ આવ્યા છે.

સપ્તાહમાં શરદી, ઉધરસના કેસ વધીને 582 અને ઝાડા ઉલ્ટીના 227 આવ્યા છે. જયારે સામાન્ય તાવના બાવન દર્દી નોંધાયા છે. ચાલુ 2023ના વર્ષમાં મેલેરીયાના કુલ રર, ડેંગ્યુના 75, ચીકનગુનીયાના 26, શરદી, ઉધરસના 12349, સામાન્ય તાવના 153ર અને ઝાડા-ઉલ્ટીના 4280 કેસ આવ્યા છે. ચાલુ સપ્તાહ સિવાય અગાઉ ટાઇફોઇડના પાંચ દર્દી નોંધાયા હતા. હાલ ફરી વરસાદી માહોલ શરૂ થયો છે. આથી મચ્છરજન્ય રોગચાળો વધુ ફેલાવા ચિંતા છે. નાગરિકોને મચ્છરથી બચવા અને બહારના ખાણીપીણી આરોગવામાં પૂરતી સતર્કતા રાખવા આરોગ્ય વિભાગે અનુરોધ કર્યો છે.

ડેંગ્યુના એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્થરળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. તંત્ર દ્વારા ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોની જાગૃતિ અનિવાર્ય ગણાવાય રહી છે.

વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.11 થી 17-9 દરમ્યાન 54,775 ઘરોમાં પોરાનાશક અને 4145 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. જે વિસ્તારમાં સઘન ફોગીંગ કરાયું તેમાં રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, તોપખાના, સદર બજારમાં ઘોબી શેરી, ગીતાનગર, લલુડી વોકળી, શ્યામલ રાજ એપા., લોહાણા ચાલ, હસનવાડી, શ્રધ્ઘા પાર્ક, સી.બી.આઇ. કવા., સૌરાષ્ટ્ર યુની. ગેટ પાસેના કવા., મેઘાણીનગર, ગુંદાવાડી પલંગ ચોક, કરણ5રા, છોટુનગર, અલ્કાપુરી, સિંચાઇનગર, ઇન્કમટેક્ષ સોસા., પ્રગતિ સોસા., સૌરભ સોસા., અંજલી પાર્ક, કૃષ્ણ્કુંજ સોસા., સુભાષનગર, ઘ્રૂવનગર, ચુડાસમા પ્લોટ, રેસકોર્ષ પાર્ક, આયકર ગુહ વાટીકા, બજરંગવાડી, રેલનગરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પુનિનગર, ભોમેશ્વર સોસા., વસુઘા સોસા., મોચીનગર, વાંકાનેર સોસા., શીતલ પાર્ક, કાશી વિશ્વનાથ પ્લોટ, શારદાબાગ રોડ, શ્રોફ રોડ, કલેકટર કચેરી સામેનો વિસ્તાર, ઠાકર હોટલ પાછળ, એરપોર્ટ દિવાલ, ભારતીનગર, ન્યુ મહાવીરનગર, શ્યામનગર, મિલન પાર્ક, પુજા પાર્ક, મોચીનગર, જીવરાજ પાર્ક, માઘવ પાર્ક, મવડી, શાસ્ત્રીનગર, રૈયા મેઇન રોડ, આલ5 ગ્રીન સીટીની બાજુમાં, જીવનનગર વગેરે વિસ્તાર ફોગીંગ હેઠળ આવરી લેવામાં આવેલ છે.

મેલેરીયા વિભાગ દ્વારા રહેણાક સિવાય અન્ય 562 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક માં 400 અને કોર્મશીયલ 113 આસામીને નોટીસ તથા 41 આસામી પાસે થી રૂા.20,700ના વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement