અમદાવાદ તા.18 : હાયર એજયુકેશન માટે વિદેશ જતા ભારતીયોમાં યુકે એક મહત્વનો દેશ છે. અહીંની કોલેજો અને યુનિ.ઓ ભારતીયોને હંમેશાથી આકર્ષતી રહી છે. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારી વદવાની સાથે સાથે યુકેમાં ભણવાનો ખર્ચ પણ વધતો જાય છે. તાજેતરમાં યુકેની સંસદે સ્ટુડન્ટ વિઝી ફી વધારવા માટે ગયા અઠવાડીયે વિઝા ફી વધારવા માટે ગયા અઠવાડીયે કાયદો પસાર કરી દીધો હતો. આ વધારો 4 ઓકટોબરથી લાગુ થશે. ભારતીય વિદ્યાર્થીઓએ યુકેના વિઝા માટે 127 પાઉન્ડ વધારે ચુકવવા પડશે.
એટલે કે લગભગ 13 હજાર રૂપિયાનો ખર્ચ વધી જશે. તેમજ નવા સ્ટ્રકચર પ્રમાણે યુકેમાં છ મહીનાથી ઓછું રોકાણ કરવું હોય તો તેવા વિઝીટ વિઝા માટે 15 પાઉન્ડનો વધારાનો ચાર્જ લાગશે. હવેથી યુકેના છ મહીનાથી ઓછા સમયમાં વિઝીટ વિઝા જોઈતા હોય તો 115 પાઉન્ડની વિઝા ફી જયારે યુકેના સ્ટુડન્ટ વિઝા ફી 490 પાઉન્ડ જેટલી રહેશે. યુકેમાં સરકાર અને પબ્લિક સેકટરના સાહદો વચ્ચે વેતન મામલે ખેંચતાણ ચાલે છે અને વેતન વધારાની માંગણી કરી રહ્યા છે. જેના કારણે યુકેના વડાપ્રધાન સુનકે કહ્યું હતું કે માઈગ્રન્ટ લોકો યુકે આવે ત્યારે વિઝા માટે જે ચાર્જ ચુકવે છે તેમાં વધારો કરવામાં આવશે. યુકેએ મોટાભાગના વર્ક અને વિઝીટ વિઝાની ફીમાં 15 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે,
પ્રાયોરીટી વિઝા, સ્ટડી વિઝા અને સ્પોન્સરશીપના સર્ટીફીકેટમાં ઓછામાં ઓછા 20 ટકાનો વધારો કરવામાં આવશે. આ વધારો મોટાભાગની એન્ટ્ર કલીયરન્સ ફી અને યુકેમાં રહેવા માટે લીવ એપ્લીકેશન પણ લાગુ થશે. જે ફી વધારવામાં આવી છે તે અલગ અલગ કેટેગરીમાં લાગુ થશે. તેમાં હેલ્થ અને કેર વિઝા, બ્રિટીશ સિટીઝનશીપ માટે એપ્લીકેશન અને છ મહિના, બે વર્ષ, પાંચ વર્ષ અને દસ વર્ષના વિઝીટ વિઝા માટેની ફીનો સમાવેશ થાય છે. યુકે સરકારે તમામ પ્રકારની ફીમાં જે વધારો કર્યો તે સંસદની મંજુરીને આધિન છે.