દહેરાદુન તા.18 : ઉતરાખંડનું જાણીતું ટુરીસ્ટ સ્થળ-133 વર્ષ જુની હેરીટેજ હોટેલ ધી રીંક ગઈકાલે વહેલી સવારે લાગેલી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. સદભાગ્યે આગ લાગવા સમયે હોટેલમાં કોઈ લોકો નહી હોવાથી જાનહાની નથી થઈ. એક સમયે એશીયાનાં સૌથી મોટા વુડન ફલોર (લાકડાનો માળ) વાળા સ્કેટીંગ રીંગમાં એક ભાજમાં જુજ પણ આજ નામે હોટેલ ચાલતી હતી. આગની આ ઘટનામાં રસ્તા પર ઉભેલી બે કારો પણ ઝપટમાં આવી જઈ ભંગાર બની ગઈ હતી.
સ્થાનિક લોકોનું કહેવુ છે કે હોટેલ ઘણી જૂની હતી. જેમાં હંમેશા સ્કેટીંગની સ્પર્ધાઓ યોજાતી હતી. અહી કુશ્તી પણ યોજાતી હતી. 70 ના દાયકામાં અહીં કીંગકોગ અને દારાસિંહ વચ્ચે કુશ્તી યોજાઈ હતી. હાલ હોટેલમાં કામ ચાલુ રહ્યું હતું એટલે ખાલી હતી. એટલે જાનહાનીની ઘટના નથી બની. ઘણી જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.અંદર સુતેલા હોટેલ માલીકનો સુરક્ષીત બહાર લાવવામાં આવ્યો હતો શોર્ટ સર્કીટથી આગ લાગ્યાનું બહાર આવ્યું છે.