આજથી શરૂ થયેલુ સંસદનું નવમુ ખાસ સત્ર: પ્રથમ 15-16 ઓગષ્ટ 1947ના મધરાતે મળ્યું હતું

18 September 2023 04:06 PM
Government India
  • આજથી શરૂ થયેલુ સંસદનું નવમુ ખાસ સત્ર: પ્રથમ 15-16 ઓગષ્ટ 1947ના મધરાતે મળ્યું હતું

આઝાદી, જીએસટી: સંસદે અનેક ઐતિહાસિક પળો માણી છે

નવી દિલ્હી: આજથી શરૂ થયેલું સંસદનું પાંચ દિવસનું ખાસ સત્ર એ ઐતિહાસિક બની રહેશે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ હવે સસ્પેન્સ વધી ગયા છે અને હવે આગામી પાંચ દિવસ દેશના માટે મહત્વના બની જશે. આજથી શરૂ થયેલું ખાસ સત્ર એ આઝાદી બાદનું આ નવમું ખાસ સત્ર છે.

પ્રથમ ખાસ સત્ર તા.14-15 ઓગષ્ટ 1947માં દેશની સ્વતંત્રતાના પ્રારંભને આવકારવા યોજાયું હતું અને તેને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દેશના ભાગ્ય સાથે મળવાનો સંકલ્પ કર્યો હતો તે બાદ 1962માં ચીને જે રીતે ભારત પર આક્રમણ કર્યુ તો 8 નવે. 1962માં સંસદનું ખાસ સત્ર નોંધાવાયુ હતું તો તત્કાલીન વડાપ્રધાન ઈન્દીરા ગાંધીએ દેશની સ્વતંત્રતાના 25 વર્ષની ઉજવણી માટે 15 ઓગષ્ટના ખાસ સત્ર બોલાવાયુ હતું.

તો બાદમાં 9 ઓગષ્ટ 1997માં કવીટ-ઈન્ડીયા મુવમેન્ટ- ભારત છોડો ચળવળના 50મી વર્ષગાંઠના ખાસ સત્ર બોલાવાયુ હતું. તે સમયે પી.વી.નરસિંહરાવ વડાપ્રધાન હતા તે 15 ઓગષ્ટ 1997ના આઝાદીના 50 વર્ષની ઉજવણીના માટે તે સમયના વડાપ્રધાન આઈ.કે.ગુજરાલની સરકારે ખાસ સત્ર બોલાવાયુ હતું તો થોડા જ દિવસો માટે 26 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર 1997ના દેશની આઝાદીના 50 વર્ષની માત્રા અને ભવિષ્યના સંકલ્પો માટે ખાસ સત્ર બોલાવાયુ હતું.

બાદમાં 26 નવેમ્બર 2015ના દેશના બંધારણને 1949માં સ્વીકારની ઉજવણીના ભાગરૂપે ખાસ સત્ર બોલાવાયુ હતું. 2015માં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ હતી. જેઓએ દેશના બંધારણની રચના કરનાર કમીટીનું નેતૃત્વ કર્યુ હતું તો 30 જૂન 2016ના મધરાતે દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષનો તા.1 જુલાઈથી અમલ માટે ખાસ સત્ર યોજાયુ હતું.

તે સમયે રાષ્ટ્રપતિ ડો. પ્રણવ મુખરજીએ વડાપ્રધાન શ્રી મોદી સહિતની હાજરીમાં જીએસટીના પ્રારંભનું ખાસ બટન દબાવ્યું હતું તો આજથી તા.22 સુધીનું ખાસ સત્ર હવે નવમું ખાસ સત્ર છે અને તેમાં મહત્વના ખરડા ઉપરાંત મોદી સરકાર કોઈ મોટી જાહેરાત કરે તેવી શકયતા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement