અમોને પૂછો છો 70 વર્ષમાં શું કર્યુ! ખડગે આક્રમક

18 September 2023 04:10 PM
Government India Politics
  • અમોને પૂછો છો 70 વર્ષમાં શું કર્યુ! ખડગે આક્રમક

♦ સરકાર કામ કરવાની રીત બદલે નહીતર નવા ભવનમાં કઈ બદલાશે નહી, સ્પષ્ટ વાત

♦ મોદીનાજ વિધાનો રોકતા કોંગ્રેસના નેતા અમોને કર્યુ તે તમો આગળ વધારો છો: મોદીના ભાષણ પર રાજયસભામાં જવાબ આપતા વિપક્ષી નેતા

નવી દિલ્હી: આજે સંસદના ખાસ સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સંસદની 75 વર્ષની યાત્રા અને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની તેમની સરકારની સિદ્ધિઓ વર્ણવીને તમામ સરકારે અને તમામ પક્ષોએ દેશના વિકાસમાં યોગદાન આપ્યું છે તેવું જણાવતુ અને સંસદની અનેક મહત્વની પળો યાદ કરી હતી તો રાજયસભામાં વિપક્ષોએ વડાપ્રધાનને જવાબ પણ આપ્યો હતો.

રાજયસભામાં આજે વિપક્ષના નેતા મલ્લીકાર્જુન ખડગેએ આકરો જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું કે, અમોને વારંવાર પુછવામાં આવે છે કે તમો એ 70 વર્ષમાં શું કર્યુ પણ તે જવાબ તમોએ જ આપી દીધો છે. અંગ્રેજોએ ભારતની શક્તિને ઓછી આંકી હતી પણ એક લોકતાંત્રીક રાષ્ટ્રના સ્વરૂપમાં ભારતનો વિજય થયો છે. આપણે 1950માં એક લોકતંત્ર અપનાવ્યુ હતું.

અનેક વિદેશી વિદ્વાનોએ વિચાર્યુ હતું કે ભારતમાં લોકતંત્ર નિષ્ફળ જશે. કારણ કે અહી કરોડો અશિક્ષિત લોકો છે. તત્કાલીન બ્રિટીશ વડાપ્રધાન ચર્ચીલે તો ત્યાં સુધી કહ્યું કે, જો અંગ્રેજો ચાલ્યા જશે તો ન્યાયપાલિકા- સ્વાસ્થ્ય સેવામાં રેલવે અને સાર્વજનિક વ્યવસ્થા તૂટી પડશે પણ આપણે તેમને ખોટા સાબીત કર્યા અને આપણે આ તમામ વ્યવસ્થાને મજબૂત કરી અને તેની આકરી તમો અમોને પૂછો છો કે 70 વર્ષમાં શું કર્યુ તો અમોએ આ કર્યુ હતું. ખાસ કરી લોકસભામાં તમોએ વડાપ્રધાનના શબ્દો યાદ કર્યા હતા.

શ્રી ખડગેએ કહ્યું કે, અમોએ એ જ કર્યુ કે જે આજે તમો આગળ ધપાવી રહ્યા છો. શ્રી ખડગેએ સરકારને તેની રાજનીતિ કરવાની રીત બદલવા કહ્યું હતું અને જો આપણે નવા ભવનમાં જશું પણ જો તમારી રીત નહી બદલે તો કશું નહી બદલે.


Related News

Advertisement
Advertisement
Advertisement