મુંબઈ: ‘પઠાન’બાદ શાહરૂખ સાથે દિપિકા પદુકોણની શાહરૂખખાન સાથે બ્લોક બસ્ટર નવી ફિલ્મ જવાનમાં પણ જોડી જામી હતી. આ ફિલ્મમાં દિપિકા પદુકોણે શાહરૂખખાનની પત્નિનો રોલ કર્યો હતો. જે દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો.
એક મુલાકાતમાં દિપિકાએ જણાવ્યું હતું કે, અમારા બન્ને વચ્ચે એક પ્રકારની સેન્સ ઓફ ઓનરશીપ છે તેના કેટલાંક નજીકનાં લોકો છે માંની હું એક છું.
ઉલ્લેખનીય છે કે, દિપિકા અને શાહરૂખાનની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી દર્શકોને ગમે છે. તાજેતરમાં જ બન્નેએ સિધ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાનમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મે 1 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી.
આ ફિલ્મે 1 હજાર કરોડથી વધુની કમાણી ક્રી હતી. દિપિકાએ જણાવ્યું હતું કે તે કયારેય પઠાનની કમાણીનાં આંકડાથી પ્રભાવીત નથી થઈ. તે એ બાબતથી ખુશ છે કે લોકો ફરી સિનેમાહોલમાં ફિલ્મ જોવા આવવા લાગ્યા છે
ઉલ્લેખનીય છે કે દીપીકાની બોલીવુડની યાત્રા શાહરૂખખાનની ફિલ્મ 2007 માં આવેલી સુપરહીટ ફીલ્મ ઓમ શાંતિ ઓમથી શરૂ થઈ હતી. એ પછી અનેક ફિલ્મોમાં સાથે આવી છે.