♦ બાજીરાવ મસ્તાનીમાં એ ‘વાટ લાવલી’ગીત જોયુ તો મેં નારાજ થઈ સંજયને ફોન કરેલો: પાટેકર
મુંબઈ: નાના પાટેકર આજકાલ તેની વિવેક અગ્નિહોત્રી નિર્દેશીત ફીલ્મ વેકિસન વોરના પ્રમોશનમાં બીઝી છે. દરમ્યાન તેણે જણાવ્યું હતું કે તે સંજય લીલા ભણશાલીથી નારાજ છે. તેણે જણાવ્યું હતું કે તાજેતરમાં તેણે સંજયલીલા ભણશાલીની ફિલ્મ બાજીરાવ મસ્તાની જોઈ હતી.
આ ફિલ્મનું વાટ લાવલી ગીતથી મને દુ:ખ પહોંચ્યું હતું મેં બાદમાં આ મામલે સંજયને ફોન કરીને કહ્યું હતું કે હું ગીત વાટ લાવલીથી નાખુશ છુ. તમે આ બધુ ભણશાલીની ફિલ્મમાં જોઈ શકો છો મને ખબર નથી કે લોકોને શું ગમે છે કે નથી ગમતું પણ જો જે મને નથી ગમતુ તો હું તે કહી દઉં છું.
નાના પાટેકર ચાર-પાંચ વર્ષનાં અંતરાલ બાદ ફિલ્મ વેકિસન વોરમાં ચમકી રહ્યા છે. આ ફિલ્મમાં તે કોરોના રસી બનાવનાર ડો.ભાર્ગવનો રોલ કરી રહ્યા છે.નાનાએ જણાવ્યું હતું કે જો તમે સત્ય ઘટના પરથી ફિલ્મ બનાવો છો તો તમે હકીકતની ઘટનામાં કોઈ છૂટછાટ નથી લઈ શકતા. નાનાએ કહ્યું હતું કે જયારે મેં બાજીરાવ મસ્તાની ફીલ્મ જોઈ તો તેના વાટ લાવલી ગીતને લઈને મેં ડાયરેકટર સંજયલીલા ભણશાલીને ફોન કરી ધ્યાન દોર્યુ હતું.