હવે ટાઈગર અને પઠાનની ટકકર થશે: ‘ટાઈગર વર્સીસ પઠાન’ ફિલ્મ બનશે

18 September 2023 04:20 PM
Entertainment India
  • હવે ટાઈગર અને પઠાનની ટકકર થશે: ‘ટાઈગર વર્સીસ પઠાન’ ફિલ્મ બનશે

♦ ટાઈગર ફ્રેન્ચાઈઝી અને પઠાનની સફળતાને પગલે.....

♦ બન્ને સ્ટાર્સે ફિલ્મમાં કામ કરવા સહમતી આપી: યશરાજ ફિલ્મની મોટી જાહેરાત

મુંબઈ: શાહરૂખખાન અને સલમાનખાન સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મમાં એક સાથે કામ કરતા જોવા મળશે.ખરેખર તો ‘પઠાન’ની સફળતાને પગલે હવે યશરાજ ફિલ્મ્સ આગામી વર્ષે ‘ટાઈગર વર્સીસ પઠાન’ફિલ્મ શરૂ કરશે.જેમાં શાહરૂખખાન અને સલમાનખાન સામસામા ટકરાશે.

આ પહેલા ‘પઠાન’એ બોકસ ઓફીસ પર કમાણીનાં રેકર્ડ તોડયા હતા. ફિલ્મમાં સલમાનખાને કેમિયો રોલ કર્યો હતો.હાલ સલમાનખાન ટાઈગર-3 ના શુટીંગમાં વ્યસ્ત છે. ત્યારે શાહરૂખખાનની ફિલ્મ જવાન બોકસ ઓફીસ પર કમાણીના રેકોર્ડ તોડી રહી છે.

દરમ્યાન એવી ખબર બહાર આવી છે કે ફિલ્મ મેકર આદિત્ય ચોપરાએ બન્ને સુપર સ્ટાર્સને લઈને ટાઈગર વર્સીસ પઠાન ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરી છે. રિપોર્ટ મુજબ બન્ને સુપરસ્ટાર્સે ફિલ્મમાં કામ કરવા સહમતી પણ આપી છે. આ ફિલ્મની જાહેરાતને પગલે સિનેપ્રેમીઓ ઉત્સાહીત છે. ફિલ્મ હવે માર્ચમાં ફલોર પર જશે.

ઉલ્લેખનીય છે કે, સિધ્ધાર્થ આનંદનાં નિર્દેશનમાં બનનારી ‘ટાઈગર વર્સીસ પઠાન’ એકશનથી ભરપુર છે. યશરાજ ફિલ્મસની સ્પાય યુનિવર્સની આ 6ઠ્ઠી ફિલ્મ હશે.


Related News

Advertisement
Advertisement
Advertisement