રાજયનાં અનેક ભાગોમાં ભારે વરસાદ તથા પુરની હાલતને ધ્યાનમાં રાખીને વિવિધ ભાગોમાં રાહત-બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે. નર્મદા જીલ્લામાં બે ઉપરાંત ભરૂચ, રાજકોટ, જુનાગઢ, તથા વડોદરામાં 1-1 ટીમો તૈનાત કરવામાં આવી છે.સરકારી સુત્રોએ કહ્યું કે વડોદરા માટે સૈન્યની બે ટીમોને સ્ટેન્ડ-ટુ રાખવામાં આવી છે.એનડીઆરએફની ટીમોએ પુરમાં ફસાયેલા 207 લોકોન રેસ્કયુ કર્યા હતા. રેસીડેન્ટ સ્કુલનાં 70 વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા હતા.આ સિવાય પંચમહાલમાં નદી પાસે પુલ નીચે ફસાયેલા 100 શ્રમિકોને ઉગારવામાં આવ્યા હતા. ભરૂચનાં નિકોરા ગામમાં ફસાયેલા 105 લોકોને રેસ્કયુ કરાયા હતા.