મુંબઈ: ફિલ્મ ‘મર્દાની’ અને ‘મર્દાની-2’ માં રાની મુખરજીના પોલીસ ઓફિસરના રોલને દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. હવે રાની ‘મર્દાની-3’પર કામ કરી રહી છે. હાલ તેના કોન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે અને રાની ખુદ તેમાં જોડાઈ છે.
સુત્રો મુજબ રાની રાઈટર-ડાયરેકટર ગોપી પુશરણ સાથે ‘મર્દાની-3’ ની વાર્તા અને સ્ક્રીન પ્લે પર કામ કરી રહી છે ગોપી અને રાની ફિલ્મમાં એવા મુદ્દાને ઉઠાવવા માંગે છે.જે છોકરીઓ સાથે જોડાયેલો યુનિવર્સલ મુદ્દો હોય અર્થાત જેથી બધી છોકરીઓ ફિલ્મ સાથે જોડાણ અનુભવે અને આ કારણે જ ફિલ્મ માટે અનેક આંતર રાષ્ટ્રીય લોકેશન્સ પર શુટીંગનું પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં રાની મુખરજીએ જણાવ્યું હતું કે, તેને ફિલ્મમાં શિવાની શિવાજી રોયનું પાત્ર ભજવેલુ ખૂબ સારૂ લાગે છે.પરંતુ ફિલ્મની કથા બિલકુલ તાજી હોવી જોઈએ જો આવુ હશે તો હું ફિલ્મમાં કામ કરીશ. ફિલ્મની વાત કરીએ તો થોડા દિવસ પહેલા રાનીએ ‘મીસીસ ચેટર્જી’વર્સીસ નોર્વેમાં કામ કરી સૌનુ ધ્યાન ખેંચ્યુ હતું.