રાજકોટ,તા.18
રાજકોટમાં ઈકો ફ્રેન્ડલી ગણપતિની અદભૂત શૃંગાર ધરાવતી મૂર્તિનું પ્રદર્શન પોરબંદરના ડો. નુતનબેન ગોકાણી દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન તા.19 ને મંગળવાર સુધી નાગર બોર્ડિંગ વિરાણી હાઈ સ્કુલ સામે, ગ્રાઉન્ડ ફ્લોરમાં સવારે 10 થી રાત્રે 10 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
આ પ્રદર્શનમાં 5 ઇંચ થી માંડી 4 ફૂટ સુધીની 250 થી વધુ મૂર્તિઓ ઉપલબ્ધ છે. અલૌકિક અને અદ્ભુત શ્રૃંગરિત એવી ગણપતિજીની માટીની મૂર્તિનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. પોરબંદરના ડોક્ટર જે પોતે મેડિકલ પ્રેકિટસ કરે છે તેમને ગણપતિ પ્રત્યે અનન્ય ભાવના હોય હીરા, મોતી અને ખૂબ મોંઘા વસ્ત્રોથી આ ગણપતિના શૃંગાર કરે છે. સમગ્ર ગુજરાતમાં આવી શ્રુંગરીત મૂર્તિ જોવા મળે છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેશ ઝિંઝુવાડીયા, જોનેષ અને હર્ષ ઝિંઝુવાડીયા, કમલ ઝિંઝુવાડીયા, જીગ્નેશભાઈ વાગડીયા તથા આખી ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.