નવી દિલ્હી: આજથી શરૂ થયેલા સંસદના ખાસ સત્રના આયોજન પાછળ સરકારના મૂળ એજન્ડા અંગે હજું પણ સસ્પેન્સ છે અને મોદી સરકાર કંઈક મોટી જાહેરાત કરવા જઈ રહી છે તેવો વિપક્ષને ‘ડર’ છે તે વચ્ચે આજે સાંજે 6.30 કલાકે કેન્દ્રીય કેબીનેટની બેઠક મળશે. વડાપ્રધાન શ્રી મોદીએ આજે સત્રના પ્રારંભે કેબીનેટના સીનીયર નેતાઓ સાથે બેઠક યોજી હતી પણ સાંજે કેબીનેટની સતાવાર બેઠક મળી રહી છે અને તેમાં સરકાર શું એજન્ડા આપે છે તેના પર સૌની નજર છે. સંસદમાં જે કેટલાક ખરડા રજુ થવાના છે તેના પર પણ કેબીનેટની બેઠકમાં નિર્ણય લેવાય છે કે પછી કોઈ મોટો નિર્ણય લેવાશે તે ચર્ચા ચાલુ થઈ છે. આજે 6.30 કલાકે સંસદ ભવનના એનેકસીમાં આ બેઠક મળનાર છે અને તેથી રાષ્ટ્રીય અટકળોને વેગ મળ્યા છે.