રાજયનાં વિવિધ જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદનાં પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ એલર્ટ થઈ ગયા છે અને જયાં-જયાં ભારે વરસાદ છે. ત્યાંનાં જિલ્લા કલેકટરો સાથે સીધો સંપર્ક કરી સંકલન કરી રહ્યા છે. તેઓએ જણાવેલ હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તુરંત રાહત-બચાવની કામગીરી હાથ ધરાઈ છે.