ગુજરાતમાં ભારે વરસાદના કારણે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે રેલ્વે લાઈનના 502 નંબરના પુલ પર પાણી વહેતા થતા પશ્ર્ચિમ રેલવેની ગુજરાત સૌરાષ્ટ્રની અનેક ટ્રેનો થંભી ગઈ છે. અમદાવાદ-રાજકોટ ડિવિઝનની 14 ટ્રેનોને અસર પડી હતી. ભરૂચ-અંકલેશ્વર વચ્ચેની અપલાઈન અને 502 નંબરના પુલ ઉપર ખતરાના નિશાન ઉપર વહેતા પાણી ઓસરવા લાગતા આ ટ્રેક પરથી વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. ધીમી અને સાવધાનીથી ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.