ખુબજ ચર્ચિત ફિલ્મ ‘3 એકકા’એ 25મી ઓગષ્ટના રોજ થીયેટરમાં રીલીઝ થઈ હતી. અને ત્યારથી તે બોકસ ઓફીસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ ગુજરાતી ફિલ્મે અસંખ્ય સીમાચિન્હો હાંસલ કર્યો છે તે તેના પ્રથમ દિવસે સૌથી વધુ બોકસ ઓફીસ કલેકશન મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની સૌથી વધુ વીકએન્ડ કલેકશન મેળવનારી પ્રથમ અને પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ કલેકશન મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની. નોંધનીય રીતે 3 એકકા તેની રીલીઝના 20 દિવસમાં બોકસ ઓફીસ પર નોંધપાત્ર 25 કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ બનવાનું ગૌરવ પણ ધરાવે છે. 3 એકકાએ ગુજરાતી સિનેમા માટે 20 દિવસમાં 25 કરોડ પ્લસ કલેકશન કરવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
આ નોંધપાત્ર સફળતાની યાદમાં, આજે અમદાવાદમાં એક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર સ્ટાર કાસ્ટ અને નિર્માતાઓએ હાજરી આપી હતી. નિર્માતા આનંદ પંડીતે પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગમાં યોગદાન આપવા માટેનો તેમનો ઉંડો જુસ્સો વ્યકત કર્યો, માત્ર ઉત્કૃષ્ટ ફિલ્મો બનાવવા માટે જ નહીં પરંતુ પ્રાદેશિક ઉદ્યોગને ટેકો આપતી સમગ્ર ઈકોસિસ્ટમને વિકસાવવાની તેમની પ્રતિબધ્ધતા પર ભાર મૂકયો. તેમણે વૈશાલ શાહની નિર્માતા તરીકેની તેમની અસાધારણ કુશરતા અને તેમની ફિલ્મોના માર્કેટીંગમાં નિપુણતા માટે પ્રસંશા કરી.
વૈશાલ શાહે માત્ર 20 દિવસમાં સફળતાની ઉજવણી કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ તરીકે તેમની નોંધપાત્ર સિધ્ધિને દર્શાવતા કહ્યું કે તેઓ તેમના આગામી પ્રોજેકટ માટે કોઈ ઉતાવળમાં નથી, કારણ કે ‘3 એકકા’ 800 દૈનિક શો સાથે 250થી વધુ સિનેમાઘરોમાં સફળ રીતે હજી પણ ચાલી જ રહ્યું છે.