નવી દિલ્હી: દેવાના ડુંગરામાં અને દેવાળીયા બની ગયેલા પાકિસ્તાને હાલમાં જ જે રીતે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ તરફી જે 3 અબજ ડોલરની સહાય મળી હતી. તે અમેરિકા સાથેની છુપી સમજુતીના ભાગરૂપે મળી હતી. અમેરિકી મિડીયાના રીપોર્ટમાં નાણાભંડોળ કોઈપણ સંજોગોમાં પાક.ને વધુ ત્રણ અબજ ડોલર આપવા તૈયાર ન હતું પણ અમેરિકાએ તેમાં એક ગુપ્ત સમજુતી કરી.
હાલ રશિયા સામે લડી રહેલા યુક્રેનને હથિયારની જરૂર હતી અને પાક સેના પાસે જે અમેરિકાએ આપેલા હથિયાર હતા તે તેણે યુક્રેનને આપવાની શરતે તેને આ સહાય અપાવવા અમેરિકાએ શરત મુકી હતી. આ ઉપરાંત પાકમાં જે તોપગોળાનું ઉત્પાદન થતું હતું તે પાકે યુક્રેનને મોકલવાના હતા અને પાકે તે શરતો સ્વીકારતા નાણાભંડોળે પાકને 3 અબજ ડોલરની સહાય કરી હતી.