રાજકોટ તા.18 : ગઈકાલ 17 સપ્ટેમ્બર રવિવારના રોજ રાજકોટમાં વર્લ્ડ નવકાર ડેની ઉજવણી કરવામાં આવી હતી. લોકપ્રિય સાંધ્ય અખબાર ’સાંજ સમાચાર’, અગ્રણી જૈન સંસ્થા ’જૈનમ’ અને 11 જૈન સોશ્યલ ગ્રુપ, જૈન સંગિની ગ્રુપ, જૈન યુવા ગ્રુપ, વિવિધ સંઘોના સહયોગથી સામૂહિક નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના 6 વાગ્યાથી જ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ બાપ્સ સ્વામિનારાયણના પ્રમુખ સ્વામી સભાગૃહમાં હજારો જૈનો ઉમટ્યા હતા. સમય શિષ્ટતા માટે હંમેશા આગ્રહી બંને આયોજક સંસ્થા દ્વારા સવારે 7 વાગ્યે જાપ શરૂ કરવામાં આવ્યા હતા.તે પૂર્વે સવારે 6.40 કલાકે જ હોલમાં 8000 જેટલા જૈનો ઉપસ્થિત હોય
► સાંજ સમાચાર પરિવારના શ્રી પ્રદીપભાઈ શાહ, પૂર્વીબેન શાહ, અંકુરભાઈ શાહ જાપ આરાધનામાં જોડાયા : ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ અને કોર્પોરેટર પ્રીતિબેન દોશી, શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહની ઉપસ્થિતિ
ત્યારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો હતો. પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ દ્વારા વિડિયો સંદેશ સ્ક્રીન પર પ્લે કરવામાં આવ્યો. ત્યારબાદ તપસ્વી સ્કૂલના અમિશભાઇ દેસાઈ દ્વારા સંચાલન કરાયું હતું. જાણીતા બિલ્ડર, રાજકોટ બિલ્ડર એસો.ના મંત્રી સુજીત ઉદાણી દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. ’સાંજ સમાચાર’ના યુવા એડિટર કરણભાઈ શાહ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું. ત્યારબાદ સામાયિક બંધાવવામાં આવી અને પૂજ્ય જે.પી.ગુરુદેવ દ્વારા પાંચ નવકાર જાપ દ્વારા સમગ્ર 48 મિનિટના જાપની શરૂઆત કરવામાં આવી હતી.
► જૈન સમાજના શ્વેતાંબર - મૂર્તિપૂજક, સ્થાનકવાસી, દિગંબર, તેરાપંથ એમ ચારેય ફિરકાના શ્રાવક-શ્રાવિકાઓએ સાથે મળીને જાપ કર્યા : વિવિધ સંઘોના આગેવાનો, અગ્રણીઓ ઉપસ્થિત : પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિતે કાર્યક્રમ સંદર્ભે ખુશી વ્યક્ત કરી
આ સાથે દિવ્ય અને અલૌકિક વાતાવરણ છવાયું હતું. 48 મિનિટના જાપ દરમ્યાન શાંતિપ્રિય વાતાવરણમાં લુક એન્ડ લર્ન ના દીદી દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા હતા. જાપ બાદ પૂજ્ય જે.પી.ગુરુદેવ મહારાજ સાહેબે આશીર્વાદ પાઠવ્યા અને માંગલિક ફરમાવ્યું. મેહુલભાઈ દામાણી દ્વારા આભારવિધિ કરાઇ હતી. તમામ ઉપસ્થિત લોકોને બુંદીના લાડુની પ્રભવાના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંજ સમાચાર ના તંત્રી શ્રી પ્રદીપભાઈ શાહ, શ્રીમતી પૂર્વીબેન શાહ, અંકુરભાઈ શાહ ઉપરાંત ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર પ્રીતિબેન દોશી, ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ શેઠ, એડવોકેટ કમલેશભાઈ શાહ ઉપરાંત અનેક જૈન આગેવાનો શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ રહી હતી.
‘નવકાર ડે’માં સામૂહિક જાપ કરાવતા ’લુક એન્ડ લર્ન’ના દીદી ..
રાજકોટ : રવિવાર 17 સપ્ટેમ્બરના રોજ સાંજ સમાચાર તથા જૈનમ અને જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત નવકાર ડે ની ઉજવણીમાં સામૂહિક નવકાર મંત્રના જાપ માટે મંચ પર પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત લુક અને લર્ન ના દીદી દ્વારા મંત્રોચ્ચાર કરાવવામાં આવ્યો હતો.
તેમના સાથે જ ઉપસ્થિત જૈનો દ્વારા મંત્રોચ્ચાર કરાયો હતો. અમીષાદીદી પટેલ, અંજલિદીદી દોશી, અર્ચનાદીદી પારેખ, ભાવનાદીદી ભીમાણી, ચૈતાલીદીદી, દીપ્તિદીદી બારભાયા, હર્ષાદીદી બારભાયા, હેતલદીદી મેહતા, કરુણાદીદી દફતરી, મીતાદીદી મેહતા, મીનલદીદી કોઠારી, પલ્લવીદીદી દોશી, પરીનાદીદી ગોસલિયા, પાયલદીદી મોદી, પરિતાદીદી ગાંધી, રૂપલદીદી સંઘાણી અને સુચિતાદીદી વૈદ્ય દ્વારા નમસ્કાર મહામંત્રના જાપ કરાયા હતા.
‘નવકાર ડે’ કાર્યક્રમનું અગ્રણીઓ દ્વારા મંચ સંચાલન
‘નવકાર ડે’ ના સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિશભાઈ દેસાઈ (તપસ્વી સ્કૂલ) દ્વારા કરાયું. જાણીતા બિલ્ડર સુજીતભાઈ ઉદાણી દ્વારા સ્વાગત પ્રવચન કરાયું. મેહુલ દામાણી (રીઝલ્ટ એડ) દ્વારા આભારવિધિ કરાઇ. ઉપરોક્ત તસ્વીરમાં મંચ સંચાલન કરતા અગ્રણીઓ જોવા મળે છે
‘સાંજ સમાચાર’ પોઝિટિવ સમાચારો સાથે ધાર્મિક આયોજનોમાં પણ અગ્રેસર : કરણભાઈ શાહ
આજે નવકાર મંત્રના સામૂહિક જાપ થકી જૈન સમાજના ચારેય ફિરકાના એકતાના દર્શન થયા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવવામાં આવી : પર્યુષણ નિમિત્તે તમામ તપસ્વીઓની સારી શાતા માટે મંગલમય પ્રાર્થના કરાઇ
રાજકોટ : રવિવાર 17 સપ્ટેમ્બર, 2023ના રોજ સાંજ સમાચાર, જૈનમ અને શહેરની વિવિધ જૈન સમાજની સંસ્થાઓ દ્વારા ’વલ્ર્ડ નવકાર ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. સામૂહિક નવકાર મંત્રના જાપમાં ’સાંજ સમાચાર’ ના યુવા એડિટર કરનભાઈ શાહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
તેઓએ જણાવ્યું કે વર્લ્ડ નવકાર ડે સામૂહિક નવકાર મંત્ર જાપ નો વિચાર સૌ પ્રથમ સાંજ સમાચાર અને જૈનમ ને આવ્યો અને 2019 માં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારબાદ કોરોના ને કારણે ત્રણ વર્ષ સુધી સામૂહિક જાપ થઈ શક્યા ન હતા. હવે 2023 માં સુંદર આયોજન ફરી એક વખત કરવાંમાં આવ્યું જેમાં સવારે 6 વાગ્યાથી જ બહોળી સંખ્યામાં લોકો સ્વામિનારાયણ હોલ ખાતે પહોંચ્યા હતા. કરનભાઈએ જણાવ્યું કે નવકાર મંત્રના જાપના ઉપસ્થિત જૈન સમાજના ચારેય ફિરકા ની ઉપસ્થિતિ થી સમાજના એકતા અને સંપના દર્શન થાય છે. તેઓએ. કહ્યું કે આ જ રીતે સમાજ સંગઠિત અને એકત્રિત રહેવો જોઈએ. સાંજ સમાચાર પોઝિટિવ સમાચારો, લેખ માળા આપવામાં અગ્રેસર છે
પણ સાથોસાથ ધાર્મિક આયોજનો પણ કરે છે અને તેમાં સમાજહિત કાર્યક્રમો પણ કરતા રહે છે. જૈનમ દ્વારા સુંદર રીતે નવરાત્રિનું આયોજ. થાય છે અને અનેક વખત સમજના કાર્યક્રમો માટે તેઓએ સુંદર વ્યવસ્થા ઉભી કરી છે. ગઈકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો પણ જન્મદિવસ હોય, તેથી મંચ પર થી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ સાથે પર્યુષણના પર્વ પર અનેક જૈન શ્રાવક શ્રવિકાઓ દ્વારા તપસ્યા કરી હોય, આગામી દિવસોમાં તેમની શાતા રહે તેના માટે મંગલમય પ્રાર્થના કરાઇ હતી.
મહામંત્ર નવકારનાં સમુહ જાપમાં ‘સાંજ સમાચાર’ની અગ્રીમ ભુમિકા: સવાર, બપોર, સાંજ અને રાત સુધારવામાં અગ્રેસર
જૈનમે ખરા અર્થમાં ‘જૈનમ જયંતી શાસનમ’ને ચરિતાર્થ કર્યું છે.
ગઈકાલે ‘વર્લ્ડ નવકાર ડે’ ની ઉજવણી અંતર્ગત ‘સાંજ સમાચાર’ જૈનમ તથા સમસ્ત જૈન સમાજ દ્વારા ‘બીપીએલ સ્વામિનારાયણ મંદિરના વિશાળ સભાગૃહમાં મહામંત્ર નવકારનાં જાપ અધ્યાત્મ ચિંતક ક્રાંતિકારી સંત પૂ.જે.પી.ગુરૂદેવ (પૂ.જયપ્રભ વિ.મ)આદિની નિશ્રામાં યોજાયા હતા. આ પ્રસંગે મુ.જે.પી.ગુરૂદેવે જણાવ્યું હતુ કે આ આયોજનમાં ‘સાંજ સમાચાર’ની ભાગીદારી અનન્ય રહી છે.
તમામ લોકોની સવાર, બપોર, સાંજ, તથા રાત સુધારવામાં ‘સાંજ સમાચાર’અગ્રેસર છે. લોકોના પ્રશ્નોને વાચા આપવામાં ‘સાંજ સમાચાર’ની ભૂમિકા પ્રસંસનીય છે. ‘જૈનમ’સંસ્થાની જહેમત પણ દાદ માગી લે તેવી રહી છે. જૈનમે ખરા અર્થમાં ‘જૈનં જયંતિ શાસનમ’ ચરિતાર્થ કર્યું છે અને રાજકોટનાં જૈનોનાં તમામ ફીરકાઓ, સંસ્થાઓને એક મંચ પર લાવવાનો પુરૂષાર્થ અભિનંદનને પાત્ર છે. પૂ.જે.પી.ગુરૂદેવ ‘સાંજ સમાચાર’જૈનમ તથા અન્ય સંસ્થાઓને ભવ્ય આયોજન બદલ આર્શીવાદ અને અભિનંદન પાઠવ્યા હતા.પૂજયશ્રીએ માંગલીક ફરમાવ્યુ હતું.
જુનાગઢમાં પુ.નમ્રમુની મ.ના સાનિધ્યમાં ‘નવકારો’ની ઉજવણી
હજારો ભાવીકો દ્વારા પાંચ કરોડ જાપ કરાયા
જુનાગઢમાં રાષ્ટ્રસંત પુ.નમ્રમુનિ મહારાજનાં સાનીધ્યમાં ગઈકાલે ‘વર્લ્ડ નવકાર ડે’ નિમિતે સામુહીક મહામંત્ર નવકારનાં જાપ યોજાયા હતા. નવકાર ડેની ભવ્ય ઉજવણી કરાઈ હતી. ભવ્ય માહોલ સર્જાયો હતો. પાંચ કરોડ જાપ કરવામાં આવ્યા હતા.
રાજકોટનો આભાર સાથે ઋણ સ્વીકાર
સમસ્ત રાજકોટ જૈન સમાજના ઉપક્રમે સાંજ સમાચાર તથા જૈનમ ગ્રુપ આયોજીત ઠજ્ઞહિમ ગફદસફિ ઉફુ અવસરે તા.17/9/23 ના રોજ રવિવારના સોનેરી સૂર્યોદયે પ્રમુખ સ્વામી સભાગૃહ,રાજકોટની ધન્ય ધરા ઉપર ચતુર્વિધ સંઘ,અઢારે આલમ અને હજારો આરાધકોની ઉપસ્થિતિમાં વિશ્વ કલ્યાણ એવમ વિશ્વ શાંતિ,એકતા અને ભાઈચારાની ભાવના ના શુભ આશ્ય સાથે સમૂહ ઐતિહાસિક નવકાર મંત્રના જાપની આરાધનાનું આયોજન કરેલ.
આ આયોજનમાં અમો તો માત્ર નિમિત્ત હતા.આપણા સૌના સહિયારા પુરુષાથેથી રાજકોટ જૈન સમાજના ઈતિહાસમાં સૂવણે પૃષ્ટ ઉમેરાયુ છે,જેનું પ્રત્યેક જૈનને ગૌરવ છે.આપશ્રીએ તથા આપની સંસ્થા,સંઘ,જિનાલય, ઉપાશ્રય દ્રારા આ કાયેક્રમમાં સરાહનીય સહયોગ એવમ્ સહકાર પ્રદાન કરી શાસન પ્રભાવનાનું અનુમોદનીય એવમ્ અભિનંદનીય સદ્દકાયે કર્યું છે,તે બદલ આપનો અંત:કરણપૂવેક આભાર સહ ઋણ સ્વીકાર કરીએ છીએ.
સાંજ સમાચાર પરિવાર | જૈનમ ગ્રુપ