ભાદરવો ભરપુર:દેશના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ: મધ્યપ્રદેશમાં નદીઓ બે કાંઠે

18 September 2023 05:37 PM
India
  • ભાદરવો ભરપુર:દેશના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ: મધ્યપ્રદેશમાં નદીઓ બે કાંઠે

મધ્યપ્રદેશમાં મેઘ મહેરથી અનેક ગામો વિખુટા પડયા, ઘરોમાં પાણી ઘુસ્યા

► રાજસ્થાનનાં પાંચ મોટા ડેમો ઓવરફલો: ખેતી પાક બરબાદ: ગુજરાતમાં ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ

નવી દિલ્હી તા.18
દેશનાં કેટલાંક ભાગોમાં ભાદરવો ભરપુર વરસતા પુર જેવી હાલત બની છે. લોકો પોતાના ઘરોમાં કેદ છે મધ્યપ્રદેશમાં વરસાદથી નિમાંડ-માલવા સહીત અનેક ભાગોમાં વરસાદનો દોર ચાલુ છે ઈન્દોર , બુરહાનપુર, અલીરાજપુર, વગેરે જીલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. દેશમાં મહારાષ્ટ્ર, ઉપરાંત ગુજરાતનાં અનેક જીલ્લામાં ભારે વરસાદ છે અને ત્રણ દિવસનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. રાજસ્થાનમાં ચોમાસુ ફરી સક્રિય થતાં અનેક ડેમો ઓવરફલો થયા છે.

દેશનાં અનેક ભાગોમાં સપ્ટેમ્બરમાં મેઘસવારી આવી પહોંચી છે.મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી નિમાંડ અને માલવા સહીત અન્ય ભાગોમાં પુર જેવી હાલત બની છે. રાજધાની ભોપાલ સહીત અનેક ભાગોમાં લગભગ પાંચ દિવસથી ભારે વરસાદનો દોર ચાલુ છે. ઈન્દોર, બુરહાનપુર, વગેરે જીલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.જેના કારણે અનેક ગામડાઓ વિખૂટા પડી ગયા છે.

ગુજરાતમાં અનેક જીલ્લામાં ભારે વરસાદ:
ગુજરાતના અનેક જીલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી ત્રર દિવસ માટે રાજયમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે 19 સપ્ટેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જાહેર થયુ છે. અને સરદાર સરોવર ડેમમાંથી લાખો કયુસેક પાણી છોડવાથી વડોદરા,ભરૂચ, છોટા ઉદેપુરનાં અનેક વિસ્તારોને એલર્ટ પર રખાયા છે.

રાજસ્થાનમાં અનેક ડેમ ઓવરફલો:
રાજસ્થાનમાં પણ ચોમાસું ફરી એકટીવ થયુ છે. ભારે વરસાદથી પાંચ મોટા ડેમ ઓવરફલો થઈ ગયા છે માહીબજાજ, જસાઈ, કાલીસિંઘ, સોમકમણા, અને કોટા બેરાજનાં ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યુ હતું. 10 જીલ્લામાં ખેતી પાક ધોવાઈ ગયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement