રાજકોટ, તા.18
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ પાસે રાજકોટ ક્રાઈમ બ્રાંચે મારૂતિ પેટ્રોલીયમમાં રેડ કરી રૂ.1,40,68,000નો મુદામાલ બાયોડીઝલ સીઝ કરી કુલ-7 આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તેમાંથી પકડેલ બે આરોપીઓ દિપેશભાઈ હસમુખભાઈ મહેતા તથા રાજેશભાઈ રામભાઈ ચાવડાની સાત દિવસની રીમાન્ડ મેળવવા રીમાન્ડ રીપોર્ટ સાથે અદાલતમાં રજુ રિમાન્ડ કસ્ટડીની માંગણી અદાલતે નામંજુર કરીને આરોપીઓને જેલ હવાલે મોકલી આપતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી. મેજી. સાહેબે ફરમાવેલ છે.
આ કેસની હકીક્ત જોઈએ તો આરોપી ભરત વશરામભાઈ રામાણી મારૂતિ પેટ્રોલીયમ લખેલ વંડામાં પોતે તથા તેના પાર્ટનર નારાયણ વનમાળીદાસ ખખ્ખરએ સાથે મળી પુર્વયોજીત ગુન્હાહીત કાવત્રુ રચી પોતાના આર્થિક લાભ માટે બાયો ડીઝલનો ધંધો કરી વાહનોમાં ઇંધણ તરીકેનો ઉપયોગ માટે વેચાણ કરી માણસોની જાન, માલની નુકશાની થાય તેવુ બેદરકારી ભર્યુ કૃત્ય આચરી આરોપી આશીષ કાનજીભાઈએ પોતાના ટેન્કરમાં બાયોડીઝલ ભરવા જણાવી આરોપી રાજેશભાઈએ ટેન્કરમાં ભરાવી બાદ ટેન્કર ડ્રાઈવીંગ કરી પોરબંદર ખાતે આરોપી નં.7 ને આપવા જવા રવાના થઈ ગુનો આચર્યની ફરિયાદ નોંધાઇ હતી. પકડાયેલ દિપેશભાઈ અને રાજેશભાઈની પોલીસે ધરપકડ કરી સાત દિવસના પોલીસ રીમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજુ કર્યા હતા. આરોપીના એડવોકેટ સુરેશ ફળદુ દ્વારા એવી રજુઆતો કરવામાં આવેલ કે, આ બનાવ બીજુ કંઈજ નહી પરંતુ રાજકોટ ક્રાઈમ બ્રાંચે પોતાની વાહ વાહ કરાવવા અને ખોટી નામના મેળવવા કામગીરી કરેલ છે.
પોલીસ જે મુદામાલ જથ્થો સીઝ કર્યાની એફ.આઈ.આર. લઈને આવેલ છે તેનો અગાઉ તા.5-04- 2022 ના એફ.આઈ.આર. થઈ ચુકેલ છે. આ જથ્થો રાજકોટ પુરવઠા વિભાગ ધ્વારા સીઝ કરવામાં આવેલ. સેમ્પલ એફ.એસ.એલ. માં મોકલવામાં આવેલ, તેમાં બાયોડીઝલ નહી હોવાનો રીપોર્ટ આવવા છતા ક્લેક્ટરે પાઠવેલ કારણદર્શક નોટીસનો જવાબ પણ આપવામાં આવેલ છતા જથ્થો રાજયસાત કરવાનો હુકમ ક્લેક્ટર અરૂણ મહેશ બાબુ વારા કરવામાં આવતા તેની સામે ભરતભાઈ રામાણીએ રાજકોટની સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરી છે.
મનાઈ હુકમ મેળવેલ. આ જથ્થો જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટે પણ સીઝ કરી સીઝર મેમો બનાવી નિવેદન લઈ જથ્થો સીઝ કરેલ. જાણતા કે અજાણતા ક્રાઈમ બ્રાંચે કરેલ કામગીરી ગુજરાત હાઇકોર્ટમાં પડકારવા માટે પણ ગયેલ હોય પોલીસ રીમાન્ડની માંગણી નામંજુ2 ક2વા લંબાણ પૂર્વક ધારદાર રજુઆતો કરવામાં આવેલ. જે ધ્યાને લઈ કોર્ટે પોલીસ રીમાન્ડની માંગણી નામંજુર કરતો હુકમ ફ2માવેલ છે. ઉપરોક્ત આરોપીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંધાત્રી, ઘન વીરડીયા, કિશન મોલીયા, ભાવીક ફેફર, જય પીઠવા તથા
મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, કેતન પરમાર, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ રોકાયેલ હતા.