બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન રદ્દ

18 September 2023 05:40 PM
Rajkot
  • બાંદ્રા-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન રદ્દ

પોરબંદર-દાદર ટ્રેન વિરમગામ સુધી જ દોડશે

રાજકોટ,તા.18
પશ્ર્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે.
જેના કારણે રાજકોટ ડિવિઝન થી પસાર થનારી કેટલીક ટ્રેનોને અસર થઈ છે. આ ટ્રેનોં ની વિગત નીચે મુજબ છે:

રદકરાયેલીટ્રેનો
1) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ.
2) 18 સપ્ટેમ્બર, 2023ની ટ્રેન નંબર 19217બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રદ.

શોર્ટટર્મિનેટેડ (આંશિક રીતે રદ) ટ્રેનોમાં
1) 17 સપ્ટેમ્બર 2023ના રોજ, હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસને અમદાવાદ સ્ટેશન પર શોર્ટટર્મિનેટ કરવામાં આવી હતી.
2) 17 સપ્ટેમ્બર 2023 ના રોજ, પોરબંદરથી ઉપડનારીટ્રેન નંબર 19016પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસને વિરમગામ

સ્ટેશન પર શોર્ટટર્મિનેટ કરવામાં આવી હતી.
ટ્રેનો ના સંચાલન સંબંધિત વિગતવાર માહિતી માટે,મુસાફરો કૃપા કરીના www. enquiry. indianrail. gov.inની મુલાકાત લઈ શકે છે. 


Related News

Advertisement
Advertisement
Advertisement