વિરાણી ચોક પાસે બે રિક્ષાને હડફેટે લેનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો: ધરપકડ

18 September 2023 05:40 PM
Rajkot
  • વિરાણી ચોક પાસે બે રિક્ષાને હડફેટે લેનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો: ધરપકડ

બેફામ બનેલા કાર ચાલકોનો અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત: રિક્ષાચાલકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા

રાજકોટ,તા.18
વિરાણી ચોક પાસે બે રિક્ષાને હડફેટે લેનાર કાર ચાલક સામે પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બનાવ અંગે નારાયણનગર શેરી નં.12 માં રહેતાં પ્રશાંતભાઈ હર્ષદભાઇ દવે (ઉ.વ.40) એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના છએક વાગ્યાની આસપાસ હુ મારી ગેરેજે હતો ત્યારે મને મારા મીત્રનો ફોન આવેલ અને કહેલ કે, તમારા મોટાભાઇનું વિરાણી ચોક પાસે એકસીડન્ટ થયેલ છે.

તેમને 108 મારફતે સીવીલ હોસ્પીટલમાં સારવારમાં લઇ ગયેલ છે. જેથી હું હોસ્પીટલ ખાતે ઇમરજન્સી રૂમમાં જઇ તપાસ કરતા જાણવા મળેલ કે, ભાઇ પોતાની સી.એન.જી.રીક્ષા ચલાવે છે. મારો ભાઇ સાંજના રીક્ષા ચલાવીને એસ્ટ્રોન ચોકથી વિરાણી ચોક તરફ જતા હતા ત્યારે ટાગોર રોડ વિરાણી હાઇસ્કુલના ગેઇટની સામે પહોંચતા પાછળથી આવતા અજાણ્યાં કાર ચાલકે મારા ભાઇની રીક્ષાને હડફેટે લઇ અકસ્માત કરેલ હતો. અને તે રીક્ષા ડિવાઈડર સાથે અથડાઈ બીજી રિક્ષાને પણ ઠોકરે ચડાવી હતી.

અન્ય રિક્ષાના ચાલકને પણ ઇજા પહોંચી હતી. તેમજ કાર પણ ડિવાઈડર સાથે અથડાઈ હતી. બનાવ અંગે જાણ થતાં એ. ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement