મોરબી રોડ જકાતનાકા પાસે સીરામીકની દુકાનમાંથી રોકડ અને લેપટોપની ચોરી

18 September 2023 05:41 PM
Rajkot
  • મોરબી રોડ જકાતનાકા પાસે સીરામીકની દુકાનમાંથી રોકડ અને લેપટોપની ચોરી

બી. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ આદરી

રાજકોટ,તા.18
મોરબી રોડ જકાતનાકા પાસે સીરામીકની દુકાનમાંથી રોકડ અને લેપટોપની ચોરી કરી તસ્કરો નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે સંતકબીર રોડ મહેશનગર-2 માં રહેતાં દિપભાઇ મનોજભાઇ બદરકીયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મોરબી રોડ જકાતનાકા પાસે કિશાન હાર્ડવેરની બાજુમા શિવ સીરામીક નામનો શો-રૂમ ધરાવે છે.

ગઈકાલે રવિવારે દુકાન બંધ હોવાથી હું મારા ઘરે હતો તે વખતે મારી દુકાનમા મજુરીકામ કરતા માણસનો મને ફોન આવેલ અને કહેલ કે, આપણી દુકાનનો સીરામીકનો સામાનના ફેરા કરતા રિક્ષાવાળા મને ફોન આવેલ અને કહેલ કે, આપણી દુકાનનું શટર અડધુ ઉપરની તરફ ખેંચેલ છે જેથી તમે દુકાને આવો વાત કરતા હું દુકાને જઇ જોતાં દુકાનનું શટર અડધુ ઉપરની તરફ ખેંચેલ હતું.

દુકાનની અંદર જઇ જોતા દુકાનના અંદરની ઓફીસના લોકના નકુચા તુટેલા હતા અને ઓફીસમા ટેબલના ખાનામા રોકડા રૂ.6 હજાર જોવામા આવેલ નહી અને ટેબલના બીજા નીચેના ખાનામાં રહેલ મારું ઇં ઙ કંપનીનું લેપટોપ રૂ. 30 હજાર વાળું જોવામા આવેલ નહી અને ઓફીસમા રાખેલ બીલ વેરવીખેર હાલતમા પડેલ હતા. જેથી કોઈ અજાણ્યો શખ્સ દુકાનમાં ઘુસી રૂ.36 હજારનો મુદ્દામાલ ચોરી કરી નાસી છૂટ્યો હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement