રાજકોટ,તા.18 : જૈનોના મહા પર્વ એવા પર્યુષણ નિમીતે સાંજ સમાચાર - જૈનમ- રાજકોટ સંસ્થા પરિવાર આયોજીત નવકાર ડે ની ગઇકાલે તા. 17 ને રવિવારના રોજ સવારે કાલાવાડ રોડ બી.એ.પી.એસ. મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ નવકાર ડે નિમીતે નમસ્કાર મહામંત્ર એવા નવકાર ના સામુહીક જાપ તથા સામુહીક સામાયીક કરી રાજકોટનો સમસ્ત જૈન સમાજે એક નવીનતમ અભિગમ સાથે વિશેષ આરાધના નો લાભ પ્રાપ્ત કર્યો હતો. આ તકે શહેરના તમામ ઉપાશ્રયો, જિનાલયો ના શ્રાવક-શ્રાવીકાઓ 8000 થી પણ વધુની સંખ્યામાં આ પ્રસંગે જોડાયા હતાં સમસ્ત જૈન સમાજે એક બની કરેલ
આ જપ, તપ, આરાધના નો લાભ લઇ સાથે તેની સકારાત્ક ઉર્જા દ્રારા વાતાવરણને દિવ્ય, ભવ્ય પવિત્રતા બક્ષી હતી. આ આયોજન બદલ આયોજકોની રાજકોટ ના તમામ સાધુ-સાઘ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવીકાઓ, જૈન સંઘો ના આગેવાનો એ અનુમોદના સાથે પ્રસંશા કરી હતી. હાલમા ચાલી રહેલ પર્યુષણ પર્વ માં જૈનોમાં જપ, તપ, આરાધના ની હેલી ચાલી રહી છે. ત્યાંરે ગઇકાલે રવિવારની રજાના દિવસે સ્કુલના વિધાથીઓ, ગૃહિણીઓ, વડીલો, યુવાનો સહિતનો તમામ જૈન સમાજ જોડાઇ શકે તેવું આયોજન જૈનમ પરિવાર ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સામુહિક નવકાર મંત્ર જાપ માં રાજકોટના સ્થાનકવાસી સંઘો, મૂર્તિપુજક સંઘો, દિગંબર જૈન સંઘ સમાજ, શ્રીમદ રાજચંદ્ર પરિવાર, તમામ જૈન સોશ્યલ ગૃપો, જૈન જાગૃતિ સેન્ટર, યુવા ગ્રુપો, સંગીની ગ્રુપો, પ્રતિકમણ મંડળો, સહિતના સકળસંઘો જોડાયા હતા.
નવકાર ડે નિમીતે 8000 થી પણ વધુ જૈનો સામુહીક જાપમાં જોડાયા હતા. જેમાં બાળકો, યુવાનો, યુવતીઓ, વડીલો તમામ નો સમાવેશ થયો હતો. શ્રાવક-શ્રાવીકાઓની સગવડતા માટે સામુહીક મંત્ર જાપ ના સ્થળ સુધી આવવા તથા પરત જવા માટે શહેરના અલગ-અલગ વિસ્તારો જેવાકે અજરામર ઉપાશ્રય કરણપરા ચોક, ગીતગુર્જરી ઉપાશ્રય જુના એરર્પોટ પાસે, વિરાણી પૌષધશાળા - જૈન મોટા સંઘ કોઠારીયાનાકા, નેમીનાથ - વિતરાગ સંઘ ગાંધીગ્રામ, શ્રમજીવી ઉપાશ્રય ઢેબર રોડ, મનહર પ્લોટ ઉપાશ્રય મંગળારોડ, જૈન ચાલ મકકમચોક ગોડલ રોડ, ભકિતનગર સર્કલ વિ. ખાતે થી બસ દ્રારા વાહન વ્યવહાર ની નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ઉપસ્થીત તમામ શ્રાવકોને કાર્યક્રમના પ્રારંભે રાષ્ટ્રસંત પ.પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. દ્રારા વિડીયો ના માઘ્યમથી તમામને આર્શીવચન પાઠવવામાં આવ્યા હતા. સાથે પૂજયશ્રી એ જૈનમ પરિવાર-સાંજ સમાચાર-રાજકોટ સમસ્ત જૈન સમાજ ને નવકાર ડે ના આયોજન બદલ શુભેચ્છા પાઠવી કાર્યક્રમની સરાહના કરી હતી. આ તકે જૈન અગ્રણી શ્રી પ્રદીપભાઇ શાહ (સાંજ સમાચાર), સી.એમ. શેઠ, ધારાસભ્ય શ્રીમતિ દર્શીતાબેન શાહ, કોર્પોરેટર શ્રીમતિ પ્રીતીબેન દોશી તથા જૈન આગેવાનો મનુભાઇ ખંધાર, અંકુરભાઇ શાહ, એડવોકેટ કમલેશભાઇ શાહ, શીરીષભાઇ બાટવીયા, પુર્વીબેન શાહ, કમલેશભાઇ મોદી વિ. ઉપસ્થીત રહયાં હતાં.
કાર્યક્રમનું સુંદર સંચાલન તપસ્વી સ્કૂલના અમીષભાઇ દેસાઇ એ કર્યુ હતું. કાર્યક્રમના અંતે આભાર વિધી મેહુલભાઇ દામાણી દ્રારા કરવામાં આવી હતી. કાર્યક્રમના પુર્ણાહુતી બાદ જૈનમ પરિવારની તમામ ટીમ ઉપરાંત જૈનમ પરિવાર સાથે જોડાયેલી તમામ સાથી સંસ્થાઓ જૈન સોશ્યલ ગ્રુપ મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉનટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્ટ્રલ, પ્રાઇમ, જે.એસ.જી. સંગીની મીડટાઉન, સંગીની ડાઉન ટાઉન, સંગીની એલીટ, સંગીની પ્રાઇમ, જૈન યુવા ગ્રુપ , જૈન યુવા ગ્રુપ જુનીયર, દિગંબર સોશ્યલ ગ્રુપ, જૈન જાગૃતી સેન્ટર ના સભ્યો દ્રારા પ્રભાવના નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંજ સમાચાર પરિવારના કરણભાઇ શાહ જૈનમ પરિવારના જીતુભાઇ કોઠારી, સુજીતભાઇ ઉદાણી, જયેશભાઇ વસા, રૂષભભાઇ શેઠ, જયેશભાઇ મહેતા, વિભાષભાઇ શેઠ, મયુરભાઇ શાહ, નિલેશભાઇ શાહ, મેહુલભાઇ દામાણી, નિલેશભાઇ કામદાર, અમીતભાઇ દોશી, સેજલભાઇ કોઠારી, ચિરાગભાઇ દોશી, નિલેશભાઇ દેસાઇ, ભીમભાઇ, શૈલેષભાઇ માઉ, બ્રીજેશભાઇ મહેતા, ઉદયભાઇ ગાંધી, જીગરભાઇ પારેખ, હેમલભાઇ પારેખ, ધીરેનભાઇ ભરવાડા, જીતુભાઇ મારવાડી, કેતનભાઇ ગોસલીયા, સમીપભાઇ કોઠારી, વંદીતભાઇ દામાણી, કોમલબેન મહેતા સહીત ના લોકોએ જહેમત ઉઠાવી હતી.