રાજકોટ તા.18 : ધર્માનુરાગી, જૈન અગ્રણી, રાજકોટ નાગરિક બેંકના નિવૃત અધિકારી નિલેશભાઈ શાહ હાલ ચાલતા પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં જપ આરાધના કરી રહ્યા છે. નાલંદા ઉપાશ્રયના સૌરાષ્ટ્રના સિંહણ, વચન સિધ્ધિકા, તીર્થસ્વરૂપા પૂ. ઈન્દુબાઈ મ.ની પ્રેરણાથી તથા પૂ. રંજનબાઈ તથા પૂ. સોનલબાઈ મહાસતીજી આદિની નિશ્રામાં નિલેશભાઈને આજે આઠમો ઉપવાસ છે. નવાઈ તપની આરાધના કરશે. નિલેશભાઈ શાહ નાલંદા ઉપાશ્રય, જૈન સમાજના કાર્યક્રમો તથા અન્ય સંસ્થાઓ દ્વારા યોજાતા કાર્યક્રમોમાં એન્કર તરીકેની ભૂમિકા ખુબજ પ્રસંશનીય છે.