રાજકોટ:તા 18 : પી. ડી. માલવિયા કોલેજ ખાતે ઇન્ટર ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ રમાઈ ગયો. જનરલ બીપીન રાવત ટીમ અને ચંદ્રશેખર આઝાદ ટીમ વચ્ચે આજના મેચની તમામ ક્ષણો રસપ્રદ રહી. કુલ આઠ ટીમોએ ભાગ લીધેલ હતો. ચંદ્રશેખર આઝાદ ટીમનો સ્કોર 114 રન થયો હતો. જનરલ બીપીન રાવત ટીમ 61 રનમાં ઓલ આઉટ થયેલ હતી. વિજેતા ટીમના કેપ્ટનને કોલેજના ચેરમેન ઘનશ્યામભાઈ હે2ભા દ્વારા વિજેતા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. વિજેતા ટીમને ટ્રસ્ટી મયુરભાઇ ખીમાણીયા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેન ઓફ ધ સિરીઝ હિમાંશુ ડાંગરને આચાર્ય કમલેશભાઈ જાની દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. કોલેજના તમામ અધ્યાપક ઓએ આ મેચની ક્ષણો માણી હતી.