જૈન દીકરી અરીહાને જર્મનીથી પાછી લાવવા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હ્વદયસ્પર્શી અપીલ

18 September 2023 05:57 PM
Rajkot
  • જૈન દીકરી અરીહાને જર્મનીથી પાછી લાવવા રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.ની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હ્વદયસ્પર્શી અપીલ

વડાપ્રધાનના એક નાનકડા પ્રયાસથી ભારતીય બાળકી તેની માતાને મળી શકે છે: ભારતીય સમુદાયે રેલી કાઢીને પી.એમ.ને અપીલ કરી હતી: અનેક મહિલા સાંસદો વિદેશ મંત્રી એસ.જયશંકર સમક્ષ રજૂઆત કરી છે.

રાજકોટ,તા.18 : જૈન સમુદાયના તેજસ્વી સંત નમ્રમુનિ મહારાજે અરિહાને ભારત લાવવા માટે PMમોદીને પત્ર લખ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાથ જોડીને અપીલ કરી છે. હાલ પર્યુષણ પર્વના ચોથા દિવસે અને મહાવીર જન્મ કલ્યાણકના પર્વ નિમિત્તે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે જૈનોના પવિત્ર તીર્થધામની ભૂમિ ગિરનાર પર વિશાળ જનમેદનીને સંબોધતા હતા. ત્યારે તેમણે હાથ જોડીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીમાં ફસાયેલી અરિહાને ભારત લાવવા માટે હાથ જોડીને અપીલ કરી છે.

સાથે જ તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પણ અપીલ કરી છે. વડાપ્રધાન મોદીની નમ્ર અપીલ કરીએ છીએ કે અરિહાને ભારત લાવવા પગલાં લે નમ્રમુનિ મહારાજે કહ્યું હતું કે ભારતના યશસ્વી વડાપ્રધાનનો સમગ્ર વિશ્વમાં એટલો પ્રભાવ છે કે તેઓ કોઈપણ દેશના વડાપ્રધાનને ભારતમાં આમંત્રિત કરી શકે છે. વડા પ્રધાનના એક નાનકડા પ્રયાસથી, ભારતીય બાળકી તેની માતાને મળી શકે છે, તેથી તેમણે જલ્દી યોગ્ય પગલાં લેવા જોઈએ, આ મારી અને સમગ્ર જૈન સમાજની અપીલ છે.

નમ્રમુનિ મહારાજે વધુમાં જણાવ્યું હતું કે તે બાળકીનો કોઈ વાંક નથી અને હવે તો જર્મન કોર્ટે પણ ચુકાદો આપ્યો છે કે ભાવેશ અને ધારા શાહનો કોઈ જ વાંક નથી. છતાં જર્મનની ચાઇલ્ડ વેરફેરે હજુ સુધી નાનકડી અરિહાને તેમના માતા-પિતાને સોંપી નથી. ત્યારે હું અને અહીં બધા હાજર લોકોએ ભારતના વડાપ્રધાન મોદીજીને અપીલ કરીએ છીએ કે અરિહા ફરી ભારત આવે અને તેને તેના માતા-પિતા મળી જાય તેવી અપીલ છે. અને અમને વિશ્વાસ છે કે તેઓ આ બાબતે યોગ્ય પગલાં લેશે.

ભારતીય સમુદાયે પણ રેલી કાઢીને ઙખને અપીલ કરી હતી
જર્મનીમાં બેબી અરિહામાં આજે ડર્મસ્ટેડ શહેરમાં ભારતીય સમુદાયે પ્રોટેસ્ટ કર્યો હતો. જર્મનીમાં બેબી અરિહાને તેમના માતા-પિતાને ફરી પરત સોંપવા માટે આજે એક રેલી કાઢી હતી. જેમાં ત્યાંનો ભારતીય સમુદાય જોડાયો હતો. આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન મોદીને પણ અપીલ કરી છે. સાથે જ એવો પણ આરોપ લગાવ્યો છે કે ચાઇલ્ડ વેલ્ફેરના નામે તેઓ દર વર્ષે હજારો બાળકોને ઉઠાવી રહ્યા છે. આ પાછળ કોઈ સિક્રેટ એજન્ડા હોય શકે છે.

જર્મન રાજદૂતને સમન્સ પાઠવ્યું હતું
MEAના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે ’અમે આ કેસને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે જર્મન રાજદૂતને આ અંગે બોલાવ્યા છે. અમે જર્મન સત્તાવાળાઓને વહેલી તકે બાળકને પરત લાવવા કહ્યું છે. અમે જર્મન સત્તાધીશોના સંપર્કમાં છીએ.’

ઘણા મહિલા સાંસદોએ આ અંગે વિદેશમંત્રી એસ. જયશંકરને મળ્યા
અગાઉ બેબી અરિહા કેસમાં, ઘણી મહિલા સંસદ સભ્યોએ તેમના હસ્તક્ષેપની વિનંતી કરીને વિદેશમંત્રી એસ જયશંકરને મળ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય રજની પાટીલ, ગઈઙના નેતાઓ સુપ્રિયા સુલે અને વંદના ચવ્હાણ, સમાજવાદી પાર્ટીના સભ્ય જયા બચ્ચન અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ ધારા શાહ વતી જયશંકરને કેન્દ્રીય મંત્રીને મળ્યા હતા અને સરકારના હસ્તક્ષેપની માગ કરી હતી. સપાના સભ્ય જયા બચ્ચને જણાવ્યું હતું કે ’સાંસ્કૃતિક ભિન્નતાને કારણે, તેઓએ કડક વલણ અપનાવ્યું છે અને અમે તેની વિરુદ્ધ બોલવા માગીએ છીએ. અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તે બાળકને લઈ આવે અને તેને ભારતમાં પાલક ગૃહમાં રાખે.’ ગયા વર્ષે ડિસેમ્બરમાં જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જયશંકરે તેમના જર્મન સમકક્ષ અન્નાલેના બેરબોક સાથે આ મામલો ઉઠાવ્યો હતો.

આખી ઘટના શું છે?
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયા અને સારી નોકરી કરવા લાગ્યા. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. દંપતીનું પ્લાનિંગ તો એવું હતું કે ચારેક વર્ષ અહીં રહેવું અને પછી ફરી ભારત પરત ફરવું, પણ એક દિવસ આ સુખને જાણે કુદરતની નજર લાગી ગઇ. એક દિવસ એવું બન્યુ કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળુંફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. હવે દંપતી સાથે શરૂ થાય છે એક છેલ્લી પાયરીનો ખેલ. ડોક્ટરે તપાસ કરીને ફોલોઅપ માટે આવવા જણાવ્યું.. ડોક્ટરે આપેલી તારીખે દંપતી ફોલોઅપ માટે ગયું. અરિહાની ચકાસણી બાદ હોસ્પિટલના સર્જને કહ્યું હતું કે દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અરિહાને લઈને હોસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ડોક્ટરે અરિહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી. આ દરમિયાન હોસ્પિટલના સત્તાવાળાઓએ બીજા જ દિવસે જર્મનીની ’ચાઇલ્ડ સર્વિસ’ અને ’પોલીસ’ને જાણ કરી. પોલીસ અને ચાઈલ્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટના એક પાકિસ્તાની પંજાબી ટ્રાન્સલેટરને વચ્ચે રાખી દંપતી સાથે સંવાદ કરવામાં આવ્યો. કોઇ માણસ વિચારતાં પણ શરમાય એવી અધમતાની પરાકાષ્ઠા તો એ બની કે બાળકનાં માતા-પિતા પર ’ચાઇલ્ડ એબ્યુઝ’નો આરોપ લગાડવામાં આવ્યો!

અરિહા ચાઈલ્ડ કેર યુનિટમાં કેમ છે?
2021માં અરિહા લગભગ 7 મહિનાની હતી. ત્યારબાદ તેના દાદી જર્મની ગયા હતા. તેની ભૂલને કારણે અરિહાના પ્રાઈવેટ પાર્ટમાં ઈજા થઈ હતી. ડાયપરમાં લોહી જોયા બાદ માતા-પિતા અરિહાને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તેના પર જર્મની ચાઈલ્ડ કેર યુનિટ દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ પછી બાળકીને માતા-પિતાથી દૂર ફોસ્ટર કેકમાં મોકલવામાં આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement