(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.18 : ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ ઊભો થયો છે. આજે સવારથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો અને શહેર તથા જિલ્લાભરમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જિલ્લાના ઉમરાળા અને મહુવામાં એક ઇંચ થી વધારે વરસાદ પડ્યો છે જ્યારે શિહોરમાં એક ઇંચ જેટલો અને વલભીપુરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે.
આજે સોમવારે સાંજના છ વાગ્યા સુધીમાં ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 12 મી.મી., ઉમરાળામાં 30 મી.મી.,ભાવનગર શહેરમાં 7 મી.મી. ઘોઘામાં 4 મી.મી. શિહોરમાં 20 મી.મી.,ગારીયાધારમાં 4મી.મી. તળાજામાં 3 મી.મી, મહુવામાં 33 મી.મી,અને જેસરમાં 1 મી.મી .વરસાદ નોંધાયો છે.
આજે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 32.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં ભેજનું પ્રમાણ 89 % રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 10 કી.મી .પ્રતિ કલાકની રહી હતી.