સોમનાથ ખાતે પ્રથમવાર રાજયકક્ષાનો જીવનસાથી પરિચય મહોત્સવ યોજાયો

19 September 2023 11:33 AM
Veraval
  • સોમનાથ ખાતે પ્રથમવાર રાજયકક્ષાનો જીવનસાથી પરિચય મહોત્સવ યોજાયો

દિવંગત ભીખાભાઈ સોલંકીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે

(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.19

દિવંગત ભીખાભાઇ કાળાભાઈ સોલંકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત સમન્વય શેડયુલ કાસ્ટ સંગઠન સોમનાથના માધ્યમ થી અનુસુચિત જાતિના યુવક યુવતીઓનો રાજયકક્ષાના જીવનસાથી પરિચય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાંદરા સોનલ માં આશ્રમના મહંત શ્રી ગોરધન બાપા તેમજ પુર્વ રાજયસભાના સાંસદ અને અનુ જાતિ આયોગના સભ્ય રાજુભાઇ પરમારની ઉપસ્થિતમા યોજાયો હતો જેમાં 200 થી વધુ યુવક યુવતીઓ આ મહોત્સવમાં જોડાયા હતા આ જીવનસાથી પરિચય મહોત્સવ મા જોડાયેલા સૌથી નાની ઉંમરના એક એક યુવક યુવતીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું જેથી બીજા મેળામાં નાની ઉંમરના દીકરા દીકરી જોડાવા પ્રોત્સાહિત થાય સૌથી સારી વાત એ હતી કે મેળાના પ્રતિભાવ આપવા માટે એક ફિડબેક ફોર્મ ભરાવવામાં આવ્યું હતું અને તેનો ડ્રો કરવામાં આવ્યો હતો અને વિજેતાને ગોરધન બાપાના હસ્તે ટાઇટન કાંડા ઘડિયાળ આપવામાં આવી હતી. આ તકે પુર્વ ધારાસભ્ય માધાભાઈ બોરીચા, જેઠાભાઈ સોલંકી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર તેમજ મનસુખભાઈ ગોહેલ, અરજણભાઈ ભજગોતર પટેલ પરસોતમ ભાઇ સોલંકી, જેસિંગભાઇ પટેલ, સહિત આ મેળાને સફળ બનાવવા રાજાભાઈ ચૌહાણ,શાંતિભાઈ સોલંકી,દિનેશભાઈ સોલંકી,રાજેશભાઈ ભજગોતર એ ખૂબ જહેમત ઊઠાવી હતી.
(તસ્વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)


Advertisement
Advertisement
Advertisement