(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.19
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોનું સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ પાટણ તથા સર્વ સમાજ દ્વારા સન્માન સાથે બહુમાન કર્યું પ્રભાસ પાટણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિ ના નવનિયુક્ત પ્રમુખ પલવીબેન જયદેવભાઈ જાની ,ઉપપ્રમુખ જયેશ માલમડી ,કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા અને પક્ષનેતા દીક્ષિતતા અઢિયા તેમજ જીલ્લા પંચાયત ના નવનિયુક્ત પ્રમુખ મંજુલાબેન નું પ્રભાસ પાટણ સોમપુરા બ્રાહ્મણ સમાજ અને સર્વ સમાજ દ્વારા સન્માન બહુમાન કરવાનો એક સમારોહ સોમપુરા બ્રહ્મ સમાજ વાડી ખાતે યોજાયો.
જેમાં ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠડીયા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જીલ્લા કોળી સમાજ પ્રમુખ કાનાભાઇ ગઢીયા, સોમનાથ કેટરિંગ એસોસિયેશન ના પ્રમુખ મીલન ભાઈ જોષી, સોમપુરા બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ હેમલભાઈ ભટ્ટ, ભાજપના મંત્રી દિલીપભાઇ બારડ,ત્રિલોક પાઠક જયદેવ જાની તેમજ કાનભાઈ બામણીયા પ્રભાસ પાટણના નાના કોળીવાડા પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમા ,રામભાઈ સોલંકી સસ્તા અનાજ એસોસિય ના સુભાષભાઈ વૈયાટા લોહાણા સમાજ, સિંધી સમાજ, સુથાર સમાજ, ધોબી સમાજ સહિત અનેક સમાજોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર અને સાલોઓઢાડી સન્માન કરવામાં આવેલ.