ગોંડલ તા.19
ગોંડલમાં પટેલ યુવાનના આપઘાત કેસમાં ચાર આરોપીનો નિર્દોષ છૂટકારો થયેલ છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગત તા.13-11-2021ના રોજ ગોંડલની ઉમવાડા ફાટક પાસે મારૂતિનગરમાં રહેતા શૈલેષ પીપળવાએ પોતાના કારખાનામાં ગળા ફાંસો ખાઈ આપઘાત કરેલ છે. તેવી ગુજરનારના પિતાને જાણ થતા ગુજરનાર તથા તેમના ભાઈઓ તુરંત જ કારખાને પહોંચી ગયેલ ને ત્યારબાદ ગુજરનારને ગોંડલ સરકારી દવાખાને લઈ જતા ડોકટર દ્વારા શૈલેષને મૃત જાહેર કરેલ હતો. ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના અધિકારીને આ બનાવની જાણ થતા હોસ્પીટલ પહોંચી મૃતદેહ રિકવેસ્ટ કરતા મૃતકના પેન્ટના ખીસ્સામાંથી સ્યુસાઈટ નોટ મળેલ હતી. જેમાં ગોંડલ તીરૂમાલા સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ તેમજ પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા જાડેજાના નામ લખેલી સ્યુસાઈટ મળેલ હતી.
ગુજરનાર શૈલેષ પીપળવાના પિતાએ તા.14-11-21ના રોજ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ આ ફરીયાદ મુજબ ગોંડલની તીરૂમાલા સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડએ ગુજરનાર શૈલેષના નામની રૂપિયા છ લાખની લોન લીધેલ હતી. અને આ લોનના હપ્તા આ ત્રણેય આરોપીઓ ભરતા ન હતા અને બેંક લોનના હપ્તા ચડી જતા શૈલેષ માનસીક તણાવમાં રહેતા હોય અને આ ત્રણેય આરોપીઓ પાસે ગુજરનાર લોનના પૈસાની ઉઘરાણી કરતા આરોપીઓ ગુજરનારને ધમકી આપતા હતા.
તેમજ આ આરોપીઓની બાજુમાં રહેતા પદુભા જાડેજા ગુજરનારને કિશોરભાઈ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ પાસે ઉઘરાણી ન કરવા તેમજ તારે લોન ભરી દેવી પડશે તેવી ધમકી આપતા હતા. તેવી ફરીયાદ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 306, 506, 114 મુજબ ગુનો નોંધી ઉપરોકત ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી.
આરોપીઓને ગોંડલ કોર્ટમાં રજુ કરતા આરોપી કિશોરભાઈ રાઠોડ, મનીષાબેન રાઠોડ, ગુંજન રાઠોડ તેમજ પદુભા જાડેજાને કોર્ટ દ્વારા આરોપીઓને જેલ હવાલે કરેલ હતા. ત્યારબાદ પોલીસ દ્વારા આ કેસમાં ચાર્જસીટ રજુ કરવામાં આવેલ હતું. આરોપીઓનું સેશન્સ કોર્ટ દ્વારા ચાર્જફ્રેમ કરી કેસ ચલાવામાં આવેલ આ કેસમાં પ્રોસીકયુશન દ્વારા મહત્વના સાક્ષીઓ તેમજ નિષ્ણાંતોના દસ્તાવેજો રજુ કરવામાં આવેલ બચાવ પક્ષ દ્વારા તમામ સાક્ષીઓનું જીવણટ ભરી ઉલ્ટ તપાસ કરવામાં આવેલ હતી. ત્યારબાદ પ્રોસીકયુશન તેમજ બચાવ પક્ષ દ્વારા આખરી દલીલ કરવામાં આવેલ બચાવ પક્ષ દ્વારા અદાલતોના વિવિધ સાઈટેશનો રજુ કરવામાં આવેલ વકીલ વિજયરાજસિંહ એસ. જાડેજા મારફત ગોંડલ સેશન્સ કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા આરોપી અને ગુજરનાર વચ્ચે ધંધાકીય ભાગીદારી ન હોય આરોપી અને ગુજરનાર વચ્ચે નાણાકીય વ્યવહાર ન હોય તેમજ હાલના આરોપીએ લોન સાથે કઈ લેવા દેવા ન હોય દુ:ખ ત્રાસ આપેલ ન હોય તેમજ વિવિધ અદાલતોમાં સાઈટેશન રજુ કરતા બચાવ પક્ષના વકીલની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડી મુકવાના હુકમ કરેલ છે. તેમજ રૂા.10,000 અપીલ જામીન સ્વીકારી ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકેલ હતા.
આ કામમાં આરોપીના વકીલ તરીકે વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજા રોકાયેલ હતા.