800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’

19 September 2023 05:30 PM
Entertainment India
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’
  • 800 કરોડની કલબમાં 8 મી ફિલ્મ બની ‘જવાન’

800 કરોડની કલબમાં આમીરખાન અને શાહરૂખખાનની બે-બે ફિલ્મો: બોકસ ઓફિસ પર વર્લ્ડ વાઈડ સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મો-બાહુબલી-2 રૂા.1750 કરોડ, આરઆરઆર (રૂા.1236 કરોડ) તેમજ કેજીએફ-2 રૂા.1230 કરોડ

મુંબઈ: શાહરૂખખાનની રીસેન્ટ ફિલ્મ જવાને રિલીઝનાં 11 દિવસમાં વર્લ્ડવાઈડ બોકસ ઓફીસ પર 800 કરોડનું કલેકશન મેળવ્યુ છે. એટલીએ ડાયરેકટ કરેલી આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રીલીઝ થઈ હતી અને બીજા અઠવાડીયામાં પણ તે અડીખમ ઉભી છે. વર્લ્ડવાઈડ બોકસ ઓફીસ પર 800 કરોડનુ કલેકશન મેળવનારી ભારતની આઠમી ફિલ્મ તરીકે જવાનનું નામ નોંધાયું છે. એલીટ કલબની 8 ફીલ્મોમાં દંગલથી માંડી આરઆરઆરનો સમાવેશ થાય છે. તેમાંથી બે ફિલ્મ શાહરૂખખાનની અને બે આમીરખાનની છે.

♦ આરઆરઆર
800 કરોડની કલબમાં રાજામૌલીની ત્રીજી ફીલ્મ આરઆરઆરને પણ સ્થાન મળ્યુ છે.આઝાદી પુર્વેનાં સમય ગાળાને રજુ કરતી આ ફિલ્મમાં જુનીયર એનટીઆર અને રામચરન તેજા લીડ રોલમાં છે. ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ઓરીજીનલ સોંગ કેટેગરીમાં નાટુ નાટુને સ્થાન મળ્યુ હતું આ ફિલ્મને વર્લ્ડવાઈડ રૂા.1230 કરોડનુ કલેકશન મળ્યુ હતું.

♦ પઠાણ
શાહરૂખખાનની કમબેક ફિલ્મ પઠાણે કોરોના મહામારી બાદની સૌથી મોટી હીટ ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. વર્લ્ડવાઈડ રૂા.1076 કરોડનું કલેકશન મેળવનારી પઠાણને ઈન્ડીયન બોકસ ઓફીસ પર રૂા.543 કરોડ મળ્યા હતા. યશરાજનાં સ્પાય યુનિવર્સનો પાયો આ ફિલ્મથી નંખાયો હતો અને હવે તેની અસર ટાઈગર તથા વોરની સીકવલમાં પણ જોવા મળશે. રોમાન્સનાં કીંગ તરીકે ઓળખાતા શાહરૂખે પઠાણથી એકશન કીંગની ઓળખ ઉભી કરી છે અને જવાનમાં તેમની આ ઈમેજ વધારે મજબુત થઈ છે.

♦ દંગલ
આમીરખાનની બાયોગ્રાફીકસ સ્પોર્ટસ ડ્રામાને નિતેશ તિવારીએ ડાયરેકટ કરી હતી. આ ફિલ્મને ચાઈનીઝ બોકસ ઓફીસ પર અભુતપૂર્વ સફળતા મળી છે. 2018 માં રીલીઝ થયેલી દંગલે ચાઈનીઝ બોકસ ઓફીસ પર સૌથી વધુ આવક મેળવનારી બિન-અંગ્રેજી વિદેશી ફીલ્મનો રેકોર્ડ બનાવ્યો છે. દંગલમાં આમીરખાને પૂર્વ કુસ્તીબાજ મહાવીરસિંહ ફોગાટનો રોલ કર્યો હતો. દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું પોતાનું સપનું અધુરૂ રહેતા તે પોતાની દીકરીઓને તૈયાર કરે છે. કોમનવેલ્થ ગેમ્સમાં તેની દીકરીઓ મેડલ જીતી લાવે છે આમીરખાનની સાથે આ ફીલ્મમાં સાક્ષી તંવર ફાતિમા સના શેખ, ઝાયરા વસીમ, સાન્ય મલ્હોત્રા, અને અપાર શકિત ખુરાના હતી. ફિલ્મે ગ્લોબલ બોકસ ઓફીસ પર રૂા.1043 કરોડનું કલેકશન મેળવ્યુ હતું.

♦ સિક્રેટ સુપર સ્ટાર
આમીરખાને પ્રોડયુસર તરીકે 2017 ના વર્ષમાં સિક્રેટ સુપરસ્ટાર બનાવી હતી. આમીરખાને તેમાં સપોર્ટીંગ રોલ કર્યો હતો. ટેલેન્ટેડ મુસ્લીમ સીંગરનો રોલ ઝાયરા વસીમે કર્યો હતો.આ ફિલ્મ ચાઈનામાં પહેલા વીકમાં 293 કરોડનો બીઝનેસ કર્યો હતો. દેશમાં પહેલા વીકમાં આ ફીલ્મને માત્ર 39.30 કરોડ મળ્યા હતા. રૂા.19 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ -.966 કરોડનું કલેકશન મેળવ્યુ હતું.

♦ બાહુબલી-2
રાજામૌલી અને પ્રભાસની બાહુબલીએ દેશ ઉપરાંત વિદેશમાં પણ રેકોર્ડ બનાવ્યા હતા. પ્રભાસ, રાણા, દુગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી, તમન્નાને લીડ રોલમાં દર્શાવતી બાહુબલી ધ બીગનીંગથી 800 કરોડની કલબ શરૂ થઈ હતી. ત્યારબાદ રીલીઝ થયેલી બાહુબલી 2 ના કારણે 1000 કરોડની કલબની શરૂઆ થઈ હતી અને આ ફીલ્મે રૂા.1750 કરોડનું વર્લ્ડવાઈડ કલેકશન મેળવ્યું હતુ .

♦ કેજીએફ
સાઉથના સ્ટાર યશને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવનારી કેજીએફને પ્રશાંત નીલે ડાયરેકટ કરી રહ્યા છે. 2018 માં કેજીએફ 1 કન્નડમાં રીલીઝ થઈ હતી, તેના હિન્દી ડબીંગને અકલ્પનીય સફળતા મળી હતી. 2022 માં કેજીએફની સીકવલમાં સંજયદત, રવિના ટંડન જેવા બોલીવુડ સ્ટાર્સ ને સમાવવામાં આવ્યા હતા. કેજીઅફ 2 ને ગ્લોબલ બોકસ ઓફીસ પર રૂા.1230 કરોડનું કલેકશન મળ્યુ હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement