ગાંધીનગર, તા.20
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે જસદણ વિધાનસભા વિસ્તારમાં 923 લાખના વિકાસકામોના થયા ખાતમુહૂર્ત.ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના 73 માં જન્મદિવસ નિમિત્તે જસદણ વિસ્તારમાં જુદા જુદા ગામોમાં ખાતમુહૂર્તો કરવામાં આવ્યા.
જેમાં નેટ પર ગામે રૂપિયા 30 લાખના ખર્ચે સીસી રોડ, રૂપિયા 680 લાખના ખર્ચે જસદણ ગોખલાણા રસ્તો નાડા પુલિયા બ્રિજ સાથે વાઈડનિંગ નું કામ, રૂપિયા 120 લાખના ખર્ચે જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કામ, રૂપિયા 50 લાખના ખર્ચે જીવાપર ખાતે સીસી રોડ નું કામ, ખાનપર ખાતે રૂપિયા 50 લાખના ખર્ચે સીસી રોડનું કામ તેમજ રૂપિયા ત્રણ લાખના ખર્ચે રેન બસેરાના કામનું ખાતમુર્હૂત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.
દેશના વડાપ્રધાનના 73 માં જન્મદિવસની ઉજવણીમાં જસદણ અને વિછીયા વિસ્તારમાં વિકાસના અનેક કામોથી આ વિસ્તારની પ્રજામાં હર્ષની લાગણી ફેલાણી છે અને નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી સાર્થક ઠરી છે જસદણ વિસ્તારની પ્રજા માન્ય વડાપ્રધાન મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કરે છે.