રાજકોટ,તા.20
ગોંડલ ગુંદાસરી અને જસદણમાં રૂરલ પોલીસે દરોડા પાડી પતાટીંચતી 11 મહીલા સહિત 20 શખ્સોને દબોચી કુલ રૂ।1500ની મતા જપ્ત કરી હતી.દરોડાની વિગત અનુસાર ગોંડલ સીટી બી.ડિવીઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.ટી.પરમાર સહીતનો સાથ પેટ્રોલીંગમાં હતો. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે દરોડા પાડી તિનપતીનો જુગાર રમતી ભાનુબેન છગન ભુવા, પુજાબેન પંકજ,ચંદ્રિકાબેન રવિન્દ્ર ઠુંમર, નિર્મળાબેન અરવિંદ હણસોરા, ઉર્વિશાબેન સંજય ખુંટ, ભાવેશ પટણી, શિલ્પાબેન વિઠલ, હેતલબા વિક્રમસિંહ જાડેજા, લીલાબેન કનુ કાછડીયા, ક્રિષ્નાબેન સુરેશ ભુવા, અને કુંદનબેન પ્રકાશગીરીને દબોચી રૂ।7500ની રોકડ કબ્જે કરી હતી.
બીજા દરોડામાં જામકંડોરણાના ગુંદાસરી ગામની કોબાવાળી સીમમાં જાહેરમાં લેમ્પના અંજવાળે તિનપતીનો જુગાર રમતાં કીશન જમન વઘાસીયા ઈશ્ર્વર ઉર્ફે સવજી વિરમ પરમાર, સાહિશ ઉર્ફે ભયલો, મંગા બોરીચા, દિલીપ ઉર્ફે કારો ભલા બોરીચા, (રહે.ચારેય ગુંદાસરી જામકંડોરણા) ઈન્દ્રસિંહ સાહેબજી જાડેજા (રહે.ટોડી, કાલાવડ) અને નિલેશ મેઝવાડીયા (રહે.જામદાદર, જામકંડોરણા)ને દબોચી પોલીસે રૂ।0320ની રોકડ કબ્જે કરી હતી.ત્રીજા દરોડામાં જસદણના વિંછીયા રોડ પર આસોપાલન પાનવાળી શેરીમાં જાહેરમાં પતાટીંચતા ભગવાન મુળજી સાપરા, પરસોતમ નરસી કાગડીયા અને સવજી ઉર્ફે સુખદેવ કાનજી ગોહીલ (રહે.ત્રણેય જસદણ)ને દબોચી રૂ।500ની રોકડ કબ્જે કરી હતી.