મુંબઈ: ગણેશ ચતુર્થીનાં દિવસથી ઠેર-ઠેર ગણપતિ બાપા મોર્યાના નાદ ગુંજતા થયા છે.ઘરે ભગવાન ગણપતિજીનું સ્થાપન કરી વિધીવત પૂજા અને ભોગ ધરાવવાનો નિત્યક્રમ આ સાથે શરૂ થયો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રીટી પરિવારો ઉત્સાહભેર જોડાયા છે. બોલીવુડના કીંગ શાહરૂખખાને પોતાના ઘરે ગણેશજીના પૂજન સાથે ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી હતી.
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી અને તેમના દિકરા રામચરને પરિવાર સાથે પોતાના ઘેર ગણેશજીનું પૂજન કર્યું હતું. આ ઉપરાંત અનન્યા પાંડે, અનુષ્કા શર્મા, શ્રધ્ધાકપુર, સોનુસુદ, શિલ્પાશેટ્ટી, સોનાલી બેન્દ્રેએ પણ પોતાના ઘેર ગણેશજીનું સ્થાપન કર્યું છે.ડિઝાઈનર મનિશ મલ્હોત્રા અને કરણ જોહરના ઘેર ગણેશજીના પૂજન માટે અનેક સ્ટાર્સ ભેગા થયા હતા.
મનીષે આ પ્રસંગે રવિના ટંડન, ઉર્મીલા માતોંડકર, કિયારા-સિધ્ધાર્થ, મલાઈકા-અમૃતા અરોરા સાથેના ફોટોગ્રાફસ શેર કર્યા હતા.શર્વરી વાઘ ગણેશોત્સવ માટે મુંબઈ છોડીને પોતાના પૈતૃક ઘરે પહોંચી છે. સલમાનખાન-અરબાઝખાન સહીત સમગ્ર પરિવારે બહેન અર્પિતાખાન શર્માને ઘેર ગણેશજીનું પૂજન કર્યું હતું. કાર્તિક આર્યન, મુંબઈનાં પ્રખ્યાત લાલબાગના રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો.
ફિલ્મ અને ટેલીવીઝન ઈન્ડસ્ટ્રીઝનાં સ્ટાર્સ દ્વારા ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વાજતે-ગાજતે ગણપતિજીનાં સ્થાપન સાથે શરૂ થયેલા મહોત્સવને વિસર્જન બાદ વિરામ મળશે.