સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત

20 September 2023 12:56 PM
Rajkot Saurashtra
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત
  • સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગણેશોત્સવ ઉજવણીનો પ્રારંભ : દસ દિવસ ગણેશ ભકિત

રાજકોટ, વેરાવળ, બોટાદ, ગોંડલ, વીરપુર, નવાગામ, ભાવનગર, જામખંભાળીયા સહિતના શહેરો-ગામોમાં શોભાયાત્રા સાથે ગણેશજીનું સ્થાપન કરાયું : સંધ્યા આરતી તથા પ્રસાદનું કરાશે વિતરણ

રાજકોટ, તા.20 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ગણેશ ચતુર્થીના પાવન દિવસે દસ દિવસીય ગણેશોત્સવ ઉજવણીનો ગણેશજીની સ્થાપના સાથે રંગેચંગે પ્રારંભ થયો છે. શોભાયાત્રા કાઢીને સંસ્થાઓ, મંડળોએ ગણપતિનું સ્થાપન કરેલ હતું. વરસાદી માહોલ વચ્ચે સંસ્થાઓ, મંડળોએ ગણપતિનું સ્થાપન કરેલ હતું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશજીનો નાદ ગુંજી ઉઠયો હતો.

રાજકોટ
રાજકોટમાં કરણપરા, કિસાનપરા ચોક, જંકશન, ચંપકનગર ઉપલાકાંઠે, યાજ્ઞિક રોડ સહિત વિવિધ વિસ્તારોમાં ગઇકાલે ગણપતિનું સ્થાપના ઝરમરીયા વરસાદ વચ્ચે શોભાયાત્રા કાઢીને કરવામાં આવેલ હતું.

વેરાવળ
ગણેશ ચર્તુથીના પાવન દિવસે યાત્રાઘામ નગરી વેરાવળ-સોમનાથ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા અંદાજે 350 જેટલા સ્થળોએ એક થી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિરઓનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવેલ છે અને આગામી પાંચ દિવસ સુધી તમામ ગણેશજીના સ્થાપન સ્થળોએ જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં તૈયારીઓ થયેલ છે જેને લઇ આગામી પાંચ દિવસ સુધી યાત્રાધામ નગરીનું વાતાવરણ ગણપતિજીની ભકિતમાં લીન જોવા મળનાર છે.

યાત્રાધામ નગરી વેરાવળ-સોમનાથ શહેરમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, અટલ સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક તેમજ સોમનાથમાં રામરાખ ચોક સહીત બન્ને શહેરોના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે 350 થી વઘુ સ્થળોએ એક થી લઇને ચાર ફૂટ સુઘીની વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓની આસ્થાભેર સ્થાપના કરવામાં આવેલ છે અને આ પાંચ દિવસ દરમ્યાન તમામ સ્થળોએ ભગવાન સત્ય નારાયણની કથા, રામધુન, મહાઆરતી સહીતના જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજાનાર છે અને રાત્રી દરમ્યાન શહેરીજનોએ પણ વિઘ્નહર્તા મહારાજના દર્શનનો લ્હાવો લઇ રહેલ છે.

વેરાવળ શહેરમાં તપેશ્વર મીત્ર મંડળ દ્વારા આયોજન કરાયેલ ગણેશ ઉત્સવમાં પ્રથમ દિવસે તા.19 ના મંગળવારે સવારે ગણેશ સ્થાપન પૂજા અને રાત્રીના ભગવાન સત્યનારાયણની કથા તેમજ બીજા દિવસે તા.20 ના બુધવારે રાત્રીના સોમનાથ ધુન મંડળની રામધુન તથા તા.21 ના ગુરૂવારે સાંજે બટુક ભોજન, ચોથા દિવસે તા.22 ના શુક્રવારે ફુટ અન્નકોટ તથા વનોત્સવના દર્શન અને પાંચમાં દિવસે તા.23 ના શનિવારે બપોરે વિસર્જન યાત્રા નીકળનાર છે. તપેશ્વર મીત્ર મંડળ દ્વારા યોજાતા આ ધાર્મીક કાર્યમાં દરરોજ સાંજે આરતીમાં નાસીક ઢોલના તાલે ગણપતિની આરતી ઉતારવામાં આવતી હોય ત્યારે વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેનાર છે.

આ ઉપરાંત અટલ સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક ગ્રૃપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં પ્રથમ દિવસે તા.19 ના મંગળવારે સ્થાપના તથા સવારે સત્યનારાયણ કથા, તા.20 ના બુધવારે 151 લાડુના ભોગ રાત્રીના 12 કલાકે, તા.21 ના ગુરૂવારે રાસ ઉત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રીના 10 કલાકે, તા.22 ના શુક્રવારે શ્રી ગ્રૃપ ગરબા રાસ રાત્રીના 9 કલાકે અને તા.23 ના શનિવારે વિસર્જન યાત્રા નીકળનાર છે જયારે આ મહોત્સવમાં દરરોજ રાત્રીના 12 કલાકે મહાઆરતીનો લાભ લેવા અનુરોધ કરેલ છે.

બોટાદ
બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટી તેમજ આનંદધામ રેસીડેન્સી-3, બ્રાહ્મણ સોસાયટી, પાંચપડા, શિવાજી નગર, વગેરે વિસ્તારોમાં ધામધૂમ ગણપતિ બાપાને સોસાયટી અને ઘરે સ્થાપના કરવામાં શોભાયાત્રા નીકળી હતી તેમજ બોટાદ શહેર ના તુરખા રોડ પર આવેલ હરિઓમ પાર્ક ખાતે ઉજવણી કરવામાં આવે. સોસાયટીના લોકો દ્વારા છેલ્લા 5 વર્ષ ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવામાં આવે છે ત્યારે આવ વર્ષે પણગણપતિ ની વાજતે ગાજતે વરઘોડો કાઢીન ગણેશ સ્થાપના કરવામાં આવી.

ગોંડલ
ગોંડલ માં ગણેશ ચતુર્થી ગણેશ ઉત્સવ નો ભાવ ભર્યા પ્રારંભ થયો છે.આજે ઠેરઠેર વરસતા વરસાદ વચ્ચે સામૈયા કરી ગણેશ પધરાવાયા હતા. ગોંડલમાં વીસથી બાવીસ મોટા આયોજન તથા ઘરે ઘરે ગણેશ પધરાવાયાં હોય અંદાજે બસ્સો આયોજન થયા છે.

એસઆરપી ગૃપ, દરબારગઢ, ભવનાથ કા રાજા, પુનિતનગર કા રાજા ઉપરાંત જમનાબાઇ હવેલી ચોક, સહજાનંદ નગરમાં યશ ગૃપ તથા સહજાનંદ નગર કા રાજા સહિત આકર્ષક આયોજન કરાયા છે.પંચવટી સોસાયટીમા શહેરના એક માત્ર પાપાહીરી સિધ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભવ્ય આયોજન કરાયુ છે.અહી છેલ્લા બે વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મુર્તિનુ સ્થાપન થાય છે.અને મંદિરના પટાંગણમાં પાણીનો હોજ બનાવી વિસર્જન થાય છે.વિજયભાઈ ભટ્ટ, રમણીકભાઇ સાકરીયા,દિલુભા જાડેજા, મનસુખભાઇ શ્યારા સહિત જહેમત ઉઠાવે છે.

વીરપુર
વિઘ્નહર્તા ગણેશજીના ઉત્સવ નોઆજથી પ્રારંભ થયો છે ત્યારે ઠેર-ઠેર ગણપતીના પંડાલો તેમજ ઘેર-ઘેર ગણેશજી ની સ્થાપના કરવામાં આવી છે. રેલ્વેસ્ટેશન રોડ પર જલારામ કો.ઓપ.હા. સોસાયટી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પૂજા-અર્ચન તેમજ લાડુનો પ્રસાદ ધરી સ્થાપના કરવામાં આવી હતી.

ભાવનગર
ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે પર્યાવરણની જાગૃતિના અનુસંધાને ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિની સ્થાપના કોલેજ ખાતે કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂ મહત્વ છે. દરેક તહેવાર આપણે ધાર્મિક પરંપરા અનુસાર તેની ઉજવણી કરતા હોઈએ છીએ. આપણા દરેક કાર્યમાં ગણપતિની પૂજા સૌપ્રથમ કરતા હોઈએ છીએ. ભારતના ગૌરવ દિવસ તા. 23 ઓગસ્ટ ના રોજ ભારતના વૈજ્ઞાનિકો એ સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશે જે સિદ્ધિ હાસલ કરી નથી

તેમાં ભારત ચંદ્રના દક્ષીણ ભાગ પર ચંદ્રયાન-3નું સફળ ઉતરાણ કર્યું છે. તે થીમ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામા આવશે. તેમાય ખાસ કરીને પર્યાવરણ ને નુકશાન ન થાય તે હેતુથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ ની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી હતી. આ વર્ષે પર્યાવરણ જાગૃતિના અનુસંધાને કોલેજ ખાતે માટી માંથી બનાવેલ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આજની પરિસ્થિતિમાં પર્યાવરણ ને બચાવવું ખુબ જરૂરી બન્યું છે વૃક્ષ, દરિયા નો કાંઠા વિસ્તાર, નદી નો કાંઠા વિસ્તારની જાળવણી કરવી

તે આવશ્યક બન્યું છે આ હેતુથી જ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા માટી માંથી બનાવેલ મૂર્તિનું સ્થાપન કરવામાં આવી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ માં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આ 3(ત્રણ) દિવસ કોલેજની વિધાર્થીની દરરોજ સવારે અને સાંજે આરતી કરવામાં આવશે. આ ઉપરાંત આ 3 દિવસ દરમિયાન આરતી, શણગાર, ગરબા, સમૂહ આરતી જેવા કાર્યક્રમો કરવામાં આવશે. ડી.જે. ના સથવારે વિધાર્થીનીઓ અને શૈક્ષણિક સ્ટાફ અનેરા ઉત્સાહ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી ગણપતિની મૂર્તિનું સ્થાપના કરવામાં આવી હતી.

નવાગામ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા નવાગામમાં પણ ગણેશોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું. જેમાં સવારે શુભ ચોઘડીયે શાસ્ત્રોકત વિધિ દ્વારા ગણપતિ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ બાપાને વાજતે ગાજતે મેઇન બજારથી લાવવામાં આવ્યા. અને આગામી દસ દિવસ સુધી પુરી શ્રધ્ધાપૂર્વક આપણે તેમની પૂજન-અર્ચન કરવામાં આવશે. અને મનમાં એક જ ભાવનાથી કે ફરી આવતા વર્ષે ગણેશજી પધારે ત્યાં સુધી તો કોઇ જ પ્રકારનું વિઘ્ન આપણા જીવનમાં ન આવે. તેવી પ્રાર્થના કરવામાં આવી.

ખંભાળીયા
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવ નિમિત્તે મંગળવારે ખંભાળિયામાં અનેકવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના સતવારા વાડ ખાતે જાણીતા એકતા યુવક મંડળ દ્વારા પાંચ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેને યુવાનોએ વાજતે ગાજતે અહીં લાવી અને ધાર્મિક વિધિથી પૂજન અર્ચન સાથે ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના નવાપરા યુવક મંડળ દ્વારા નવાપરા, શેરી નંબર 6 ખાતે 11 દિવસના ગણપતિ લાવવામાં આવ્યા છે. અહીં દરરોજ વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ સાથે અત્રેના જલારામ ચોક ખાતે જૂની મહાજન વાડીમાં પણ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરના રામનાથ સોસાયટી, નવાપરા શેરી નંબર 1, ખોડીયાર ચોક સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement