ગણેશ ચતુર્થી નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

20 September 2023 01:02 PM
Botad
  • ગણેશ ચતુર્થી નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર
  • ગણેશ ચતુર્થી નિમિત્તે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીદ્વારા કરવામાં આવેલ. ગણેશચતુર્થીઅંતર્ગત સવારે 9:30 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારામંત્રો-પૂજા પાઠ-કરીગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવેલ.મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરેલ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.


Advertisement
Advertisement
Advertisement