જસદણ દાઉદી વ્હોરા સમાજની બુરહાની મસ્જીદનો 11માં વર્ષમાં પ્રવેશ

20 September 2023 01:07 PM
Jasdan
  • જસદણ દાઉદી વ્હોરા સમાજની બુરહાની મસ્જીદનો 11માં વર્ષમાં પ્રવેશ
  • જસદણ દાઉદી વ્હોરા સમાજની બુરહાની મસ્જીદનો 11માં વર્ષમાં પ્રવેશ

જસદણ,તા.20 : જસદણ દાઉદી વ્હોરા સમાજની બુરહાની મસ્જિદએ આજે દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં દબદબાભેર પ્રવેશ કર્યોં છે વિગતે જોઈએ તો જસદણની સાંકડીશેરી વ્હોરાવાડ વિસ્તારમાં ફાંતેમી સ્ટાઈલથી બનાવેલ દાઉદી વ્હોરા સમાજની અઘતન મસ્જિદ આજે અગિયારમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે

આ મસ્જિદનું ખાતમુહુર્ત, ઉદ્ધઘાટન અને નામકરણવિધિ સમાજના વર્તમાન ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચધર્મગુરુ) નામદાર ડો. સૈયદના આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એ કરેલ હતું પાંચ વર્ષનાં બાળક સાથે સરળતા, સહજતાથી વાત કરે એવી રીતે કોઈપણ દેશના વડાપ્રધાન પ્રમુખ સાથે સીધો સંવાંદ સાધતાં માનવતાવાદી તાજદાર ડો સૈયદના અત્યાર સુધીમાં જસદણ શહેરમાં બે વખત પધરામણી કરી હતી અને પ્રથમ ખાતમુર્હૂત વખતે અને ત્યારબાદ મસ્જિદનું બાંધકામ ત્રણ વર્ષ ચાલ્યું એટલે કે ઇસ્વીસન 2013માં ફરી ઉદ્દઘાટન માટે પધાર્યા હતા

દરમિયાન તેમણે આ અઘતન મસ્જિદના નિર્માણકાર્ય માટે જબરી નાણાંકીય સહાય આપનારા મર્હુમ શેખ યુસુફઅલી નુરભાઈ ભારમલ પરિવાર જસદણ અને મર્હુમ શેખ અહેમદઅલી મું. હસનઅલી ભારમલ પરિવાર મુંબઈને ખાસ નવાજ્યા હતાં અત્રે નોંધનીય છે કે સમાજમાં જેનો પડ્યો બોલ ઝીલાય છે એવા વિશ્વલોક કલ્યાણકારી ડો. સૈયદના સાહેબ વિશ્વપ્રવાસ કરી પોતાના અનુયાયીઓને મળવા જાય છે અને કહે છે કે તમે જે દેશ પ્રદેશમાં રેહતા હો ત્યાંની સરકારને વફાદાર રહો.


Advertisement
Advertisement
Advertisement