જસદણના ટાવર ચોક વિસ્તારમાં વાજસુરેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવેલા પંડાળમાં ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવ્યું છે. સમગ્ર જસદણ તાલુકામાં સૌપ્રથમ વખત વર્ષો પહેલા જસદણના ટાવર ચોકમાં ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી ત્યારથી દર વર્ષે જસદણના ટાવર ચોકમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. દિલીપભાઈ કલ્યાણી અને તેમની ટીમ દ્વારા સમગ્ર ગણેશ ઉત્સવનું સંચાલન કરવામાં આવે છે. દરરોજ સાંજે આરતીમાં હજારો લોકો દર્શનનો લાભ લે છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. (તસ્વીર : ધર્મેશ કલ્યાણી-જસદણ)