જુનાગઢ, તા.20 : હાલ રોજબરોજ જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી રહી છે. ગઇકાલે જુનાગઢ સહિત જીલ્લામાં વિસાવદરના જુની ચાવંડમાંથી 9ને રોકડ સાત મોબાઇલ સહિત કુલ 22270 સાથે પકડી લીધા હતા. જુનાગઢ બી ડીવીઝનના નંદનવન વિસ્તારમાંથી અને રોકડા 6300 સાથે પકડી પાડયા હતા. ભેંસાણના માલીડા ગામેથી 6ને રોકડા રૂા. 6600 સાથે દબોચી લીધા હતા.
મેંદરડાના અમરાપુર ગામેથી અને 9130ની રોકડ સાથે પકડી લીધા હતા માણાવદર જીઇબી સર્કલ પાછળના પારીજાત એપાર્ટમેન્ટ પાછળ સાત મહિલાઓને રૂા. 10340ની રોકડ સાથે પકડી લીધી હતી. ચોરવાડના ખેરાસા ગામેથી 7ને રોકડ રૂા.7220 સાથે પકડી લીધા હતા. 7 મહિલા સહિત 37ને 62920ની મતા સાથે દસ્તાવેજો લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલાનું મોત | જુનાગઢ ગરબી ચોક આદર્શનગરમાં રહેતા મહેન્દ્રભાઇ કિશોરભાઇ ગોપીચંદ સભાગચંદાણીના પત્ની રેખાબેન (ઉ.વ.4પ)ને માનસિક બીમારી હોય જેથી બાંટવા ખાતે પ્રદિપભાઇ હાજાભાઇ રાઠોડની વાડીના કુવામાં પડી આપઘાત કરી લીધાનું બાંટવા પોલીસમાં નોંધાતા પીએસઆઇ જે.એચ.કછોટે તપાસ હાથ ધરી છે. લગ્નગાળો રર વર્ષનો હોવાનું જાણવા મળેલ છે.