સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે ભાદરવા સુદ ત્રીજના દિવસથી આરંભાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા તરણેતરના ભાતીગળ લોકમેળાના બીજા દિવસે ગણેશ ચર્તુથીના પવિત્ર દિને સવારે ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ પાળિયાદના પૂ. વિસામણ બાપુની જગ્યાના મહંત પ.પૂ. નિર્મળાબા દ્વારા ધ્વજાનું પૂજન-અર્ચન કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મહંત પ.પૂ. નિર્મળાબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતા. ધ્વજારોહણના આ પ્રસંગે ધાર્મિક જગ્યાના સંતો, મહંતો અને સમાજ અગ્રણીશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર: ફારૂક ચૌહાણ - વઢવાણ)