મોરબીમાં ત્રિકોણ બાગ પાસે અકસ્માતનો બનાવ બનેલ છે જેમાં મોરબીની પરાબજારમાં આવેલ એસબીઆઇ બેન્ક પાસે સીસીટીવી કેમેરા માટે જે પોલ ઊભો કરવામાં આવેલ છે તે પોલમાં જન્માષ્ટમી સમયે મટકી ફોડ માટે રસ્સો બંધવામાં આવ્યો હતો તે હજુ સુધી કાઢવામાં આવ્યો ન હતો દરમ્યાન રાત્રિના સમયે પસાર થતો ટ્રક સીસીટીવી કેમેરાના પોલ સાથે બાંધેળ રસસમાં ફસાયો હતો જેથી કરીને સરકારી સીસીટીવી કેમેરાનો પોલ ધરાશાઇ થઈ ગયો હતો જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી.(તસ્વીર: જીજ્ઞેશ ભટ્ટ દ્રારા-મોરબી)